ગુજરાતતાજા સમાચાર

ભારતની સૌથી મોટી વોલન્ટરી નોન-ગવર્નમેન્ટ એન્ટરપ્રિન્યોર્સ ઓર્ગેનાઈઝેશન સાથે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ દ્વારા “યમુના અમદાવાદથી દિલ્હી વ્યાપાર યાત્રા” અંતર્ગત દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

આ બેઠકમાં નોઇડા, ગુડગાંવ, દિલ્હી, હરિયાણા, અમદાવાદ અને ગાંધીનગરના રાજપૂત વ્યાપારીઓ, યુવા બિઝનેસ ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ તથા વિવિધ ક્ષેત્રોના બિઝનેસ ઓનર્સે ઉત્સાહપૂર્વક ભાગ لیا.

કાર્યક્રમમાં નેશનલ જનરલ સેક્રેટરી શ્રી ગુપ્તાજી તથા રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ ભારતી–દિલ્હી તેમજ ઇન્ટરનેશનલ બિઝનેસ સ્ટાર્ટઅપ એન્ડ બિઝનેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ (દિલ્હી) શ્રી જન્મેયજ્યસિંહજી (મધ્ય પ્રદેશ) વિશેષ ઉપસ્થિત રહ્યા.

રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલના મુખ્ય સંકલનકર્તા શ્રી વિરલસિંહ રાઓલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની બિઝનેસ ડેલિગેશને હેલ્થ, મિલેટ્સ, બ્રેડ-બેકરી પ્રોડ્યુશન, બેવરેજ, બિલ્ડર સેક્ટર, સ્વદેશી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ અને એજ્યુકેશન સર્વિસ જેવા ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી.

આ યાત્રા દરમ્યાન લઘુ ઉદ્યોગ ભારતીની દિલ્હી હેડ ઓફિસ સહિત દિલ્હીની અનેક મુખ્ય સંસ્થાઓ સાથે ફળદાયી મિટિંગ્સ યોજાઈ, જેમાં વ્યાપારિક સહકાર, સ્ટાર્ટઅપ વૃદ્ધિ, નવી તકનીકી વિચારસરણી અને ભવિષ્યના સંયુક્ત પ્રોજેક્ટ્સ અંગે માર્ગદર્શન મળ્યું.

બેઠકનું સ્થળ:
મુખ્ય કાર્યાલય – રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ ભારતી, દિલ્હી

પ્રસ્તુતકર્તા:
રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ
વિરલસિંહ રાઓલ
મો.: 9898592794

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button