“રમશે ગુજરાત, ખીલશે ગુજરાત, જીતશે ગુજરાત”

યુવાનોની ખેલ પ્રતિભાને પોંખીને તેમને પ્રગતિનું પ્લેટફોર્મ પૂરું પાડતો રમતોત્સવ – ખેલ મહાકુંભ 3.0 અમરોલી ઝોન લેવલ કક્ષા સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન જે. ઝેડ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમરોલી ખાતે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ સાહેબ ઉપસ્થિતિ રહી શુભારંભ કરાવ્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2010 માં શરૂ કરાવેલ ‘ખેલ મહાકુંભ’નું વિચારબીજ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં બન્યું છે એક વિશાળ વટવૃક્ષ.
રમતગમત ક્ષેત્રના ગુજરાતના આ સૌથી મોટા રમતોત્સવ અંતર્ગત ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિભા સંપન્ન ખેલાડીઓ પોતાનું કૌવત બતાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.







તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



