ગુજરાતતાજા સમાચાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે રીવ્યૂ બેઠક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીની હાજરીમાં નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે Ahmedabad-Mumbai, Rajkot-Gondal-Jetpur, Ahmedabad-Udaipur માર્ગોના વિકાસ હેઠળના કામોની સમીક્ષા માટે બેઠક યોજાઈ. બેઠકમાં માર્ગોની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં પર ચર્ચા કરવામાં આવી.
કેન્દ્રિય મંત્રીએ અધિકારીઓ અને ઇજારદારોને માર્ગ નિર્માણના તમામ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા, સુગમ રોડ કનેક્ટિવિટીને પ્રાથમિકતા આપવા તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સૂચના આપી.
બેઠક દરમિયાન કેન્દ્રિય મંત્રી શ્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે અને અન્ય માર્ગ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી ₹20,000 કરોડ મંજૂર કરવાની ખાતરી આપી.





