શ્રી આઇ.વી. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, નડિયાદ ખાતે તા. 23/09/2025ના રોજ સાયબર ક્રાઇમ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ વિષે જાગૃત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવા જરૂરી સાવચેતીઓ, ડિજિટલ એરેસ્ટ, સોશિયલ મીડિયા ફ્રોડ, ફાઇનાન્સિયલ ફ્રોડ, સાયબર બુલિંગ, એ.આઇ. ફ્રોડ તેમજ અન્ય સાયબર ગુનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. વિશાલ ભરતભાઈ શાહ, સાયબર અવેરનેશ પ્રમોટર અને ઓર્ગેનાઇઝિંગ કમિશનર – રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ, તેમજ ડાયરેક્ટર (તાલીમ) – સાયબર સિક્યુરિટી ફોર્સે વિસ્તૃત સમજણ આપી હતી. રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ ના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય શ્રી સલીમભાઈ મોમીન હાજર રહ્યા હતા.
સદરમાં કુલ અંદાજે 200થી વધુ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના અધ્યાપકો અને સ્ટાફની હાજરી રહી હતી.
➡️ આયોજક : શ્રી આઇ.વી. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, નડિયાદ






તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯



