ગુજરાતતાજા સમાચાર
બાવળા તાલુકાના કાવીઠા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાવીઠા PHC તથા ગાંગડ PHC ને જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 15 +15 એમ કુલ 30 લાખના ખર્ચે ફાળવેલ બે નવી આધુનિક એમ્બ્યુલન્સ વાહનોને માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબે લીલી ઝંડી બતાવીને વિધિવત રીતે લોકાર્પણ કર્યું.

નાગરિકોને તાત્કાલિક સારવાર માટે ઝડપી સેવા મળી રહે.
આ દરમિયાન પૂર્વ બાવળા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ મકવાણા, બાવળા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ સોઢા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાકેશભાઈ મહેતા, શ્રી દિનુભાઈ સોલંકી, શ્રી ભૂપતસિંહ રાઠોડ, શ્રી અરવિંદસિંહ રાઠોડ, શ્રી બળવંતસિંહ સોલંકી, શ્રી ઘનશ્યામસિંહ રાઠોડ, કાવીઠા તથા ગાંગડ PHC ની ડોકટરોની ટીમ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.






તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



