ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા બીયર ટીન નંગ-૧૦૩૯ કિં.રૂ. ૬,૦૬,૧૩૦/-ના વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય.

ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં દારૂ/ જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એન.કરમટીયા, એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ ASI નરેન્દ્રસિંહ વાળા તથા ASI અજય સિંહ ચુડાસમા નાઓને સંયુક્ત બાતમી મળેલ કે, આરોપી ચેતન જોષી રહે.ફ્લેટ નં-એફ/૧૩૦૬ સત્યેશ રેસીડન્સી, સરખેજ-સાણંદ રોડ શાન્તીપુરા તા.સાણંદ જી.અમદાવાદ નાનો આ ફ્લેટ ભાડે રાખી તેમા વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે બાતમી હકીકત આધારે રેઇડ કરી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન નંગ-૧૦૩૯ કુલ કિ.રૂ.૬,૦૬,૧૩૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.
BACARDI
BACARDI
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
પોલીસ ઇન્સપેકટર શ્રી આર.એન.કરમટીયા
પોલીસ ઇન્સપેકટર શ્રી કે.એ.સાવલીયા
પોલીસ સબ ઇન્સપેકટર શ્રી જે.એમ.પટેલ
એ.એસ.આઇ. અજયસિંહ ચુડાસમા
એ.એસ.આઇ. રાજેન્દ્રકુમાર પરમાર
એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ વાળા
એ.એસ.આઇ. બિરેન્દ્રસિંહ ડાભી
ડ્રા.હે.કોન્સ. દિવાનસિંહ વિરસિંહ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



