ગુજરાતતાજા સમાચાર

શ્રી આર.જે.એચ. હાઇસ્કુલ ઢસા જંકશન ના NCC ના 57 કેડેટે CATC (વાર્ષિક પ્રશિક્ષણ શિબિર) માં ભાગ લઈ સિધ્ધિ મેળવી.

તારીખ 12/05/2025 થી 21/05/2025 દસ દિવસ સુધી વિવિધ લક્ષી ગુરુકુળ સોનગઢ મુકામે 6,ગુજરાત બટાલિયન NCC ભાવનગર દ્વારા વાર્ષિક પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી આર.જે.એચ. હાઇસ્કુલ ઢસા જંકશન ના જુનિયર વિંગ ના 29 અને જુનિયર ડિવિઝન ના 28 કેડેટે ભાગ લઈ ડ્રીલ, હથિયાર ચલાવવા ની તાલીમ(ફાયરિંગ), યોગ, શારીરિક પ્રશિક્ષણ, સાઇબર સિક્યોરિટી, આપદા વ્યવસ્થાપન, નશા મુક્તિ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અભ્યાન, યુદ્ધ અભ્યાસ, યુદ્ધ દરમિયાન NCC કેડેટોની ભૂમિકા, મેપ રીડિંગ, ઓપસ્ટીકલ પ્રશિક્ષણ, ફિલ્ડ ક્રાફટ અને બેટલ ક્રાફટ વગેરેની સફળતા પૂર્વક તાલીમ મેળવી. ઉપરાંત ભાવનગર ખાતે આવેલ રિજનલ સાયન્સ સિટી ની મુલાકાત લઈ વિજ્ઞાન ને લાગતી માહિતી પણ મેળવી હતી.
તેમજ જુનિયર ડિવિઝન ભાઈઓ ની સોંગ કૉમ્પીટેશનમાં શ્રી આર.જે.એચ. હાઇસ્કુલ ની ટીમ પ્રથમ ક્રમે આવી હતી આ ઉપરાંત ડ્રીલ કૉમ્પીટેશનમાં જુનિયર ડિવિઝન અને જુનિયર વીંગ બંને માં શ્રી આર.જે એચ. હાઇસ્કૂલ ઢસા જંકશન ની ટીમોએ દ્વિતીય નંબરે આવી શિલ્ડ પ્રાપ્ત કરેલ. શાળાના NCC કેડેટ દ્વારા CATC કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરવા અને સિધ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્ય શ્રી ડૉ જી.બી.હેરમા સાહેબ અને શાળાના વહીવટદાર શ્રી રોય સાહેબ અને શાળા પરિવાર દ્વારા શાળાના NCC ઑફિસર એસ.પી.પરમાર અને ભાગ લીધેલ તમામ NCC કેડેટ ને અભિનંદન પાઠવેલ.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

 

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button