આરોગ્યગુજરાતતાજા સમાચાર

ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ્સ (HMPV) ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે

DGHS, NCDC. MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈરલ્સ (HMPV) અન્ય શ્વાન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખારા કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)નો કોઈ કેસ નોંધાયેલ નથી.

આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વાનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ ની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.

શું કરવું (Do’s):

•• જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોટું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.

• નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે રોનેટાઈઝરનો ઉપયોગ કરવો.

• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું

• તાવ, ઉધરા કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

• વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.

• પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

• બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.

•• શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ના કરવું (Don’ts):

++ આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.

ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.

 

જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- ફેસલ ટેલર
      મો. :- ૭૯૯૦૪૩૩૪૯૯

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button