ગુજરાતતાજા સમાચાર
એ.સી.બી.ની સફળ કાર્યવાહી – રૂ. 32,800ની લાંચ સાથે બે આરોપી રંગેહાથ પકડાયા

સુબીર તાલુકા પંચાયતની મનરેગા શાખાની ગ્રામ રોજગાર સેવિકા અનુસુયાબેન પટેલે ચાર અરજદારોની જમીન લેવલિંગ ફાઇલની વહિવટી મંજૂરી બદલ પ્રતિ અરજદાર રૂ. 8,200 મુજબ કુલ રૂ. 32,800ની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી દ્વારા એ.સી.બી. સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાયો. ટ્રેપ દરમિયાન આરોપી નં. (1) દ્વારા સૂચન મુજબ તેના પતિ આરોપી નં. (2) હેમંતભાઈ પટેલે રૂ. 32,800ની લાંચ સ્વીકારી લેતા બંનેને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા.
ટ્રેપિંગ અધિકારી: શ્રી જે.આર. ગામીત
સુપરવિઝન: શ્રી આર.આર. ચૌધરી




