શ્રી આર.જે.એચ. હાઈસ્કુલ ઢસા જંક્શન ની ખેલ મહાકુંભમાં જીલ્લા કક્ષાએ હોકી અને હેન્ડબોલ સ્પર્ધામાં સિદ્ધિ.

તારીખ 27 થી 28 નવેમ્બર 2025 દરમ્યાન ખેલ મહાકુંભ અંતર્ગત બોટાદ જિલ્લાકક્ષાની હોકીની સ્પર્ધા નું આયોજન શ્રી આર.જે.એચ. હાઈસ્કુલ ઢસા જંક્શન ના યજમાન પદે કરવામાં આવેલ.
જેમાં U 17 વિભાગ માં ભાઈઓ તેમજ બહેનો બંને માં શ્રી આર.જે.એચ. હાઈસ્કૂલ ઢસા જંક્શનની ટીમો એ ગોલ્ડ,સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલો જીતી ને જ્વલંત સફળતા મેળવેલ.
આ ઉપરાત જીલ્લા કક્ષાની U 17 હેન્ડબોલ સ્પર્ધા જે બોટાદ જીલ્લાના dlss સેન્ટર આદર્શ વિધાલય હડદડ ખાતે 21 નવેમ્બર 2025 ના રોજ યોજાયેલ તેમાં શ્રી આર.જે.એચ. હાઈસ્કુલ ઢસા જંક્શન ના ભાઈઓ ની ટીમે સિલ્વર મેડલ મેળવેલ. સાથે U 14 હેન્ડબોલ ની સ્પર્ધામાં શાળાના ભાઈઓ ની ટીમે બ્રોન્ઝ મેડલ જીતી શાળા અને ગામ ને ગૌરવ અપાવેલ. આગામી દિવસોમાં શાળાના હોકી અને હેન્ડબોલ ના 50 જેટલા ખેલાડીઓ ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે દેવગઢ બારિયા અને મહેસાણાના પાંચોટ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માં જશે.
ઉપરોક્ત સિદ્ધિ બદલ શાળાના આચાર્ય શ્રી ડૉ જી.બી. હેરમા સાહેબ, શાળા ના વહીવટદાર શ્રી રોય સાહેબ તેમજ શાળા પરિવાર, સ્ટાફ, તેમજ ગ્રામજનો દ્વારા વિજેતા બનેલા ખેલાડીઓ તેમજ તેમને તૈયાર કરનાર શાળાના વ્યાયમ શિક્ષક શ્રી આર.બી. હેરમા, એ.બી.જોષી અને એસ.પી.પરમાર ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ.




