ગુજરાતતાજા સમાચાર
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે તથા 16 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારીત શુક્લાની આગેવાનીમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન CEO શ્રી હારીત શુક્લાએ ઉપસ્થિત પ્રતિનિધિઓને SIR (સ્પેશિયલ સમરી રીવિઝન)ની કામગીરી અને અત્યાર સુધીની પ્રગતિ વિશે વિસ્તૃત માહિતી આપી.
CEOશ્રીએ જણાવ્યું કે હાલ સુધી 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજિટાઈઝેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ડિજિટાઈઝેશનની પ્રક્રિયા સતત ગતિ પકડી રહી છે અને દર કલાકે પ્રગતિનો આંકડો વધી રહ્યો છે. ખાસ કરીને અંતરિયાળ તથા આદિજાતિ વિસ્તારો ધરાવતા જિલ્લાઓ આ કામગીરીમાં અગ્રેસર રહ્યા છે.




