તાજા સમાચાર

ભારતીય સરકારનો નવો આદેશ: મેસેજિંગ એપ્સ માટે સિમ કાર્ડ ફરજિયાત

ભારત સરકારે મેસેજિંગ એપ્સ પર નિયંત્રણ કડક કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે WhatsApp, Telegram, Snapchat, Signal, JioChat, Arattai અને Josh જેવી કોઈપણ લોકપ્રિય મેસેજિંગ એપ સક્રિય (Active) SIM કાર્ડ વગર ઉપયોગ કરી શકાશે નહીં.

સરકારે તમામ મેસેજિંગ પ્લેટફોર્મ્સને 90 દિવસની અંદર નવા નિયમો અમલમાં મૂકવા માટે સૂચના આપી છે.

🔒 નવા નિયમોનું મુખ્ય સાર

હવે મેસેજિંગ એપ્સમાં લોગઇન માટે એક્ટિવ SIM કાર્ડ ફરજિયાત થશે.

બેન્કિંગ અથવા UPI એપ્સ જેવી જ સુરક્ષા પદ્ધતિ અપનાવવાની રહેશે.

SIM કાર્ડ રિમૂવ થયા પછી અથવા SIM નિષ્ક્રિય (inactive) થઈ જાય તો એપ ચાલશે જ નહીં.

એપ્સને ખાતરી કરવી પડશે કે યુઝરનું SIM હંમેશા એપ સાથે કનેક્ટેડ રહે.

 

🛡️ સાયબર ક્રાઇમ રોકવા માટેનો નિર્ણય

સરકાર મુજબ, આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ સાયબર ગુનેગારોને રોકવાનો છે.
હાલમાં મોટાભાગની મેસેજિંગ એપ્સ માત્ર પ્રથમ વખત ઇન્સ્ટોલ કરતી વખતે જ મોબાઇલ નંબર વેરિફાઇ કરે છે. ત્યારબાદ:

SIM બદલી દેતી વખતે,

SIM બંધ થઈ જાય ત્યારે,

કે SIM ફોનમાં ન હોય ત્યારે પણ,

એપ ચાલતી રહે છે.
આ loophole નો લાભ લઈને ગુનેગારો નકલી નંબર અથવા બંધ SIM નો ઉપયોગ કરીને સ્થાન (location), કોલ રેકોર્ડ અથવા અન્ય કેરિયર ડેટા ટ્રેસ થવાથી બચી જાય છે.

નવો નિયમ આ loophole પૂરી પાડશે નહીં.

👥 સામાન્ય યુઝર પર કેવી અસર પડશે?

આ નવા નિયમોથી કરોડો ભારતીય યૂઝર પ્રભાવિત થશે:

1️⃣ WhatsApp Web સતત ચાલુ નહીં રાખી શકાય

હવે WhatsApp Web દર 6 કલાકે આપમેળે લોગઆઉટ થઈ જશે.

2️⃣ બે ડિવાઇસ પર એકસાથે મેસેજિંગ એપ વાપરી શકાશે નહીં

નવી સિસ્ટમ “એક ડિવાઇસ – એક્ટિવ SIM” ની નીતિ પર ચાલશે.

3️⃣ SIM Slot માં SIM નહિ હોય તો એપ ખૂલશે જ નહીં

ઈન્ટરનેટ ચાલતું હોવા છતાં SIM Card ફરજીયાત રહેશે.

4️⃣ SIM બંધ થઈ જાય તો પણ એપ બંધ

ફોન નંબર active અને verified હોવો જરૂરી.

📌 આગળ શું?

આદેશ મુજબ તમામ મેસેજિંગ પ્લેટફોર્મ્સ પાસે 90 દિવસ છે. ત્યારબાદ સૌએ નવી વેરિફિકેશન સિસ્ટમ અમલમાં મૂકવી પડશે.

આવી મોટી બદલાવ સાથે મેસેજિંગ એપ્સ કેવી રીતે એડજસ્ટ કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button