12મી ચિંતન શિબિર : સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યોજાતી 12મી ચિંતન શિબિર દરમિયાન કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળ્યાની ઐતિહાસિક સિદ્ધિને હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી।
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળ્યાના આ ગૌરવપ્રદ પળને વધાવવા માનનીય મુખ્યമന്ത്രി શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આશ્રમ પર પહોંચતા ઢોલ–નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી તેમજ વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા।
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું:
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળવી એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી વિઝનનું સાકારરૂપ છે. આ આપણાં સૌ માટે ગૌરવની ક્ષણ છે।
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું:
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 20 વર્ષ પહેલા જે મહેનત અને પાયો નાખ્યો હતો, આજે તેનું ફળ ગુજરાતને મળ્યું છે





