ગુજરાતતાજા સમાચાર
ચીખલીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું।

ચીખલી તાલુકાના શાંતા બા વિદ્યાલય, કુકરી ખાતે શાંતા બા વિદ્યાલય (વાત્સલ્ય ધામ) ના 22 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તથા સરસ્વતી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે તા. 27/11/2025ના રોજ સવારે 10:00 થી 12:00 કલાક દરમ્યાન લાયન્સ બ્લડ બેંક, ચીખલીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ રક્તદાન શિબિરમાં ટ્રસ્ટી શ્રી પરિમલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ વાત્સલ્ય ધામ પરિવાર તથા આસપાસના વિસ્તારના યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક સહભાગીતા દર્શાવી હતી। શિબિર દરમિયાન કુલ 27 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે માનવતા માટેનો પ્રશંસનીય સેવા પ્રયત્ન છે।
વાત્સલ્ય ધામ પરિવારે હંમેશાં વિવિધ સામાજિક સેવાના કાર્યોમાં અગ્રેસર રહીને સમાજ સેવાનો આગવો દાખલો પૂરું પાડ્યો છે





