ગુજરાતતાજા સમાચાર
ચિંતન શિબિર–2025 : દ્વિતીય દિવસની શરૂઆત યોગાભ્યાસથી

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યોજાતી 12મી ચિંતન શિબિરના બીજા દિવસની શરૂઆત શારીરિક તથા માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત સામૂહિક યોગસત્રથી કરવામાં આવી।
આશ્રમના પરિસરમાં વહેલી સવારે યોજાયેલા યોગસત્રમાં વરિષ્ઠ અધિકારીઓએ સક્રિય હાજરી આપી હતી અને શ્રીમદ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। શાંત અને સકારાત્મક વાતાવરણ વચ્ચે અધિકારીઓએ દિવસની શરૂઆત આરોગ્યપ્રદ અને ઊર્જાસભર રીતે કરી।
આ યોગસત્રનો હેતુ અધિકારીઓમાં મન-શરીરની તંદુરસ્તી વિકસાવવાનો અને દિવસભરની ચર્ચાઓ તથા આયોજનને વધુ અસરકારક બનાવવા નો હતો।







