આરોગ્યતાજા સમાચારરાજ્ય
‘ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા’ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાન હેઠળ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં મીડિયાકર્મીઓના સર્વાંગી સ્વાસ્થ્યનું નિદાન કરવામાં આવે તે માટે વિવિધ પ્રકારની તપાસો કરવામાં આવી. જેમાં CBC, બ્લડ ગ્રૂપ, લિવર ફંક્શન ટેસ્ટ, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, કેલ્શિયમ, વિટામીન-B12 અને વિટામિન-D સહિતના બ્લડ ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો.
કેમ્પનો મુખ્ય હેતુ મીડિયાકર્મીઓમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા તથા સમયસર નિદાન થકી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો. કેમ્પમાં મીડિયાકર્મીઓએ સક્રિય પ્રતિસાદ આપ્યો અને વિવિધ આરોગ્ય તપાસનો લાભ લીધો.






