કારેલીબાગ મચ્છીપીઠ નાકા. પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી માદક પદાર્થ મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સના કોમર્શીયલ જથ્થો ૫૮ ગ્રામ. ૭૦૦ મીલીગ્રામ કિ.રૂ. ૧.૭૬,૧૦૦/-તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રુા. ૧.૯૬,૦૦૦/- ના મુદામાલ સાથે ૦૧ ઇસમને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

કારેલીબાગ મચ્છીપીઠ નાકા. પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી માદક પદાર્થ મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સના કોમર્શીયલ જથ્થો ૫૮ ગ્રામ. ૭૦૦ મીલીગ્રામ કિ.રૂ. ૧.૭૬,૧૦૦/-તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રુા. ૧.૯૬,૦૦૦/- ના મુદામાલ સાથે ૦૧ ઇસમને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાં નશીલા પદર્થોિના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે તેમજ એ.ટી.એસ.ચાર્ટરના નાર્કોટીકસના વધુમાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાં નાર્કોટીક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઈસમો પર વોચ તપાસ ચાલુ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ.
જે સુચના આયારે વડોદરા શહેરમાં માંદક દ્રોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સારું એસ.ઓ.જી. પો.ઇન્સ્પેકટર શ્રી એસ.ડી. રાતડા નાઓને અલગ-અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટીકસની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઈસમો ઉપર ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સથી સતત વોચ તપાસ રાખી કાયદેસર કાર્યવાહી કરવા અંગે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. ટીમના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એસ.ઓ.જી.ના અ.હે.કો. પુષ્પરાજસિહ જયેન્દ્રસિંહ નાઓને તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, “મચ્છીપીઠના નાકે વલકર ટ્રેડીંગ દુકાનની સામે બિલ્ડીંગમાં ત્રીજા માળે રહેતો રફીક ઇકબાલ મલેક તેના ઘરમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરે છે” જે બાતમી હકીકત આધારે પો.ઇન્સ.શ્રી નાઓએ બાતમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેઇડ કરતાં મહંમદરફીક ઇકબાલભાઇ મલેક નામનો ઇસમ પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમીટે/લાયસન્સે માદક પદાર્થ મેફેડોન (એમ.ડી) ડ્રગ્સના જથ્થો ઘરમાં સંતાડી રાખી પકડાઈ જઇ ગુનો કરેલ હોય સદર આરોપીઓ વિરુધ્ધમાં થી એન.ડી.પી.એસ.એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૧(સી), ૨૨(સી), ૨૯ મુજબનો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કારદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. આગળની વધુ ચાલુ છે.
> પકડાયેલ આરોપીનું નામ સરનામુઃ
મહંમદરફીક ઇકબાલભાઇ મલેક, રહે. મોદી હાઉસ ત્રીજા માળે વોલકર ટ્રેડીંગ કંપની સામે મચ્છીપીઠ નાકા. રાવપુરા વડોદરા શહેર
> નહી પકડાયેલ આરોપીઓ :-
વોન્ટેડ ઇસમ ૦૧ (માદક પદાર્થ એમ.ડી.નો જથ્થો સપ્લાય કરનાર)
આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદામાલઃ
(૧) માદક પદાર્થ મેફેડ્રોન – ૫૮ ગ્રામ ૭૦૦ મીલીગ્રામ, કિ.રૂ.૧,૭૬,૧૦૦/-
(૨) મેફેડ્રોન વેચાણના રોકડા રૂપિયા, કિ.રૂ.૧૪,૭૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂ.૫,૦૦૦/-




