
મહિલા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતા રાજ્યના નોંધપાત્ર પ્રયત્નો
રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાના દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભરીને સ્વ-સહાય જૂથોને મજબૂત બનાવ્યા છે.
🔹 આર્થિક સશક્તિકરણ:
રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને કુલ ₹1432 કરોડ તેમજ ₹3652 કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના કારણે અનેક મહિલાઓને રોજગાર અને આર્થિક સ્વાવલંબન માટે પ્રોત્સાહન મળ્યું છે.
🔹 કૃષિ આજીવિકા દ્વારા વિકાસ:
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા કૃષિ આજીવિકા હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને કૃષિ પર્યાવરણીય પદ્ધતિઓ, એગ્રી ન્યુટ્રી ગાર્ડન, પશુપાલન, નેચરલ-ઓર્ગેનિક ફાર્મિંગ, ડ્રોન દીદી, પ્રોડ્યુસર ગ્રુપ, કેટલ ફીડ યુનિટ, પોલ્ટ્રી, બકરાં ઉછેર સહિતની યોજનાઓ દ્વારા આત્મનિર્ભર બનવા માર્ગદર્શન અને સહાય મળી રહી છે.
🔹 ઉદ્યોગ અને માર્કેટિંગને પ્રોત્સાહન:
છેલ્લાં પાંચ વર્ષમાં 200થી વધુ સરસ ફેર, પ્રાદેશિક મેળા, રાખી મેળા અને નવરાત્રી મેળાઓનું આયોજન કરાયું છે. આ મેળાઓ થકી 5950થી વધુ સ્વ-સહાય જૂથોની મહિલાઓએ ₹48 કરોડથી વધુનું વેચાણ કરીને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી છે.
🔹 લખપતિ દીદી યોજના:
રાજ્યની 5.96 લાખથી વધુ મહિલાઓ અત્યાર સુધી “લખપતિ દીદી” બની છે, જે મહિલા વિકાસની દિશામાં રાજ્યના નોંધપાત્ર પ્રયાસોને રેખાંકિત કરે છે.
🔹 કૃષિ ક્ષેત્રે તાલીમ:
ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે 12 હજારથી વધુ કૃષિ સખીઓને તાલીમ આપી છે, જેથી મહિલાઓ આધુનિક કૃષિ પ્રણાલીઓ અપનાવી વધુ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી શકે.






