આણંદ જિલ્લાના ખંભાત નગરા રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ મુનિ યુનિવર્સલ સ્કૂલ ખંભાતમાં વાલીઓનો હોબાળો સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં વાલી ગણ પહોંચ્યા

ત્રણ મહિના અગાઉ તેમજ બે દિવસ પહેલા એક માસુમ બાળા સાથે શિક્ષક દ્વારા શારીરિક હડપલા કરાતા જેની જાણ વાલી ગણને થતા આજરોજ મુની યુનિવર્સલ સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીગણ પહોંચી હોબાળો મચાવતા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેવું મેનેજમેન્ટને પૂછતા મેનેજમેન્ટ દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપી બનાવ ત્રણ મહિના પહેલા નો છે તેવું જણાવી હડપલા કરનાર શિક્ષક પ્રકાશ નો બચાવ કરતા નજરે પડ્યા હતા ખંભાત શહેર પોલીસને જાણ કરતાં સ્કૂલ ખાતે પોલીસ પહોંચી હતી હવે જુવાનું કે માસુમ બાળા સાથે કરેલ શિક્ષક પ્રકાશ અડપલા શિક્ષક સામે શું મેનેજમેન્ટ પગલાં ભરે છે કે પછી અડપલા કરનાર શિક્ષક પ્રકાશને છાવરવામાં આવે છે હાલ તો ખંભાત મુનિ યુનિવર્સલ સ્કૂલ ખાતે વાલીઓમાં ભારેલો અગ્નિ જોવા મળે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ખંભાત શહેર પોલીસ સ્ટેશન ખાતે વાલીઓ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા શું આવનાર સમય અડપલા કરનાર વિકૃત માનસ ધરાવતો શિક્ષક પ્રકાશ જેલના હવાલે થશે….







