રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ ડેલીગેશન દ્વારા આયોજિત દિવ્યાંગ દાંડિયા ગરબા કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે હાજરી આપી

✨ દિવ્યાંગ દાંડિયા – ૨૦૨૫ ✨
રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ ડેલીગેશન દ્વારા આયોજિત દિવ્યાંગ દાંડિયા ગરબા કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે હાજરી આપી તથા દિવ્યાંગ ઉદ્યોગકારો અને મહિલા ઉદ્યોગકારોને સ્વદેશી પૂજા કીટ ભેટ આપી. આ દ્વારા સ્વદેશી વસ્તુઓ અને દિવ્યાંગો ને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.
કાર્યક્રમમાં ધારાસભ્ય, VHP ના શહેર હોદ્દેદારો, શિક્ષણ જગતના પૂર્વ અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ, કાઉન્સિલરશ્રી, ઉદ્યોગપતિઓ, લઘુ ઉદ્યોગકારો, યુવા વિદ્યાર્થી, સામાજિક સંસ્થાઓના પ્રમુખો તથા અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશિષ્ટ દિવ્યાંગ દાંડિયા ગરબા નું સફળ આયોજન સતત છેલ્લા ૫ વર્ષથી થઈ રહ્યું છે. આરતી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમનું આયોજન Think Positive સંસ્થા દ્વારા, બિઝનેસમેન શ્રી આહિરભાઈ તથા શ્રી હરપાલસિંહની આગેવાનીમાં કરવામાં આવ્યું.
📍 સ્થળ : બોપલ, અમદાવાદ
✍️ વિરલસિંહ રાઓલ
👉 રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ
📞 સંપર્ક : 9898592794


તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯



