બોટાદ જિલ્લાના નવનિયુક્ત SP શ્રી ધર્મેન્દ્રભાઈ શર્મા સાહેબે BAPS મંદિરે દર્શન કરી સેવાનું સુકાન સંભાળ્યું.

તા. ૨/૧૦/૨૦૨૫ ના રોજ વિજયા દશમીના પરમ પવિત્ર દિવસે બોટાદ જિલ્લાના નવનિયુક્ત SP (સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ) શ્રી ધર્મેન્દ્રભાઈ શર્માએ પોતાના જનસેવા અને રાષ્ટ્રસેવાનું આ સુકાન સંભાળતા પૂર્વે આજ રોજ તેઓ BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર દર્શનાર્થે પધાર્યા હતા. અહીં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનાં સ્મૃતિ મંદિરે દર્શન કરીને તેઓએ નૂતન કાર્યક્ષેત્રની વિધિવત્ શરૂઆત કરી. BAPS સારંગપુર મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ પણ આ પ્રસંગે તેઓને ઉજ્જ્વળ કારકીર્દિ માટેની શુભેચ્છાઓ પાઠવી છે. વિશ્વંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખ વરણીના સ્થાન એવા આમલીવાળી પોળમાં પણ અગાઉ દર્શન કરેલા છે. આ અવસરે કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ હારતોરાથી તેઓનું સન્માન કર્યું અને સૌ સંતો-ભક્તોએ તેઓની ઉજ્જ્વળ કારકીર્દિ માટે ભગવાનને ખાસ પ્રાર્થના કરી હતી.



તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



