એ.સી.બી.સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : પપ્પુભાઇ પ્રેમજીભાઇ પટેલ ઉ.વ.૪૪ –હોમગાર્ડ કંપની કમાન્ડર ,ડીવીઝન-૫, કંપની-૩, કારંજ- શાહપુર, અમદાવાદ રહે.ઓલ્ડ વણઝારાનો ટેકરો, જુના વાડજ, અમદાવાદ
ટ્રેપની તારીખ : ૨૯/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ: રૂ. ૧,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ. ૧,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :રૂ.૧,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ:
જિલ્લા પંચાયત ઓફિસના ગેટની સામે, જાહેર રોડ પર , લાલ દરવાજા, અમદાવાદ.
ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી હોમગાર્ડ તરીકે સેવા આપતા હોય ફરિયાદીને હોમગાર્ડમાં ફરજ દરમ્યાન નાઇટમાં ગેરહાજર નહીં મુકવા તેમજ હેરાન નહીં કરવા આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧૦૦૦/- લાંચની રકમ સ્વીકારી પકડાઇ ગયેલ છે.
ટ્રેપિંગ અધિકારી:
શ્રી ડી.એન.પટેલ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



