ગુજરાતતાજા સમાચાર

આજરોજ તા. ૨૯/૦૯/૨૦૨૫, સોમવાર, ગઢાળી પશ્ચિમ કેન્દ્રવર્તી શાળા ખાતે ગ્રામ્ય કક્ષાએ એક વિશિષ્ટ જાહેર સત્કાર સમારંભ યોજાયો હતો.

 

સમારંભમાં જિલ્લા ફેર બદલી પ્રાપ્ત કરેલ પૂર્વ આચાર્યશ્રી મહેરાજબાનુ (મેરીબેન) મન્સૂરી તથા કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કુલના વય નિવૃત્ત આચાર્યશ્રી દિલીપકુમાર પ્રાણશંકર ભટ્ટનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું. બન્ને આચાર્યોને આગામી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવવામાં આવી.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગઢડા (સ્વામિનારાયણ) તાલુકાના મામલતદારશ્રી સિદ્ધરાજસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. સાથે બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનશ્રી રાજુભાઈ ચૌહાણ, પશ્ચિમ ગઢાળી ના સરપંચશ્રી હરપાલસિંહ ગોહિલ, તથા ગામના અગ્રણીઓ વશરામભાઈ પરમાર, સુખદેવસિંહ ડી. ગોહિલ, ચંદ્રસિંહ ડી. ગોહિલ, વીરદેવસિંહ ડી. ગોહિલ, ઠાકરશીભાઈ બોરડા અને વિજયભાઈ સી. ગોહિલ વિશેષરૂપે હાજર રહ્યા હતા.

આ સન્માન સમારંભને સફળ બનાવવા માટે સમગ્ર તાલુકાના શૈક્ષણિક, સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો તથા ગ્રામજનોએ ઉમળકાભેર ઉપસ્થિતિ નોંધાવી હતી.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button