ગુજરાતતાજા સમાચાર

શ્રી સી.એચ.શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજયુકેશન, સુરેન્દ્રનગર તથા કવચ કેન્દ્ર – KCG, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ “સાયબર સુરક્ષા જાગૃતતા” વિષય પર એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ સેમિનારનો મુખ્ય હેતુ કોલેજની વિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થીઓને વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાઓ વિષે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમ્યાન ડૉ. વિશાલ ભરતભાઈ શાહ (સાયબર અવેરનેશ પ્રમોટર – ગુજરાત રાજ્ય, ડાયરેક્ટર (તાલીમ) – સાયબર સિક્યુરિટી ફોર્સ ઈન્ડિયા તથા પ્રેસિડેન્ટ – લીઓ લાયન્સ ક્લબ ઓફ સાણંદ) દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.

તેમણે ડિજિટલ એરેસ્ટ, સોશ્યલ મીડિયા ફ્રોડ, ફાયનાન્સિયલ ફ્રોડ, સાયબર બુલિંગ, એ.આઇ ફ્રોડ, ચેટ જીપીટી તથા અન્ય નવા ટ્રેન્ડ્સ, Apk ફાઇલ ફ્રોડ સહિત વિવિધ સાયબર જોખમો અને તેમાંથી બચવા માટેની તકેદારીઓ વિષે સમજણ આપી.

આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ તથા તાલીમાર્થીઓ સાથે કોલેજના આચાર્ય ડૉ. કેતન ગોહેલ, સાયબર ક્લબ કોઓર્ડિનેટર ડૉ. દુષ્યંત અલગોતર, સમગ્ર અધ્યાપકગણ અને બિનશૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતા.

➡️ આયોજક સંસ્થાઓ:

શ્રી સી.એચ.શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજયુકેશન, સુરેન્દ્રનગર

કવચ કેન્દ્ર, KCG, અમદાવાદ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button