ગુજરાતતાજા સમાચાર
સ્વયંપ્રભા વુમન્સ ક્લબ તથા રાજવી કવિ કલાપી કલા વિકાસ મંડળના સંકલનથી રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ દ્વારા પ્રિ-નવરાત્રી ઉજવણીનું ભવ્ય આયોજન અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યમીઓને તથા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ઉદ્યોગપતિઓ, યુવા કલાકારો, સાહિત્યકારો, ટીવી ચેનલ પ્રતિનિધિઓ, મીડિયા-પ્રેસ પરિવાર, સામાજિક તથા વ્યાપારિક સંસ્થાઓ, રાજસ્થાન સમાજ, મહિલા અગ્રણી તથા ગરબા રસિકો ગાંધીનગર-પેથાપુરથી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રિ-નવરાત્રીમાં મહિલાઓની હાજરી અને તેમની ઉદ્યોગસાહસિકતાને માન્યતા આપવામાં આવી હતી, જે ભવિષ્યમાં સમાજમાં પ્રેરણા રૂપ સાબિત થશે.
📞 સંપર્ક: 9898592794
🎤 આયોજક: રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ
✍️ સંકલન: રાજવી કવિ કલાપી કલા વિકાસ મંડળ
🙏 વિરલસિંહ રાઓલ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯



