એ.સી.બી સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી :-
(૧) કમલેશભાઇ માણેકલાલ પટેલ, આચાર્ય, શેઠ શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિધા મંદિર સ્કુલ, દેત્રોજ, તા-દેત્રોજ, જી-અમદાવાદ. વર્ગ-૩
રહે-મધુવન બંગલોઝ, એસ.વી સ્કુલની સામે, કડી, તા-કડી, જી-મહેસાણા.
(૨) વિમલભાઇ ભાઇલાલભાઇ પટેલ, જુનીયર ક્લાર્ક, શેઠ શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિધા મંદિર સ્કુલ, દેત્રોજ, તા-દેત્રોજ, જી-અમદાવાદ. વર્ગ-૩
રહે-ખોડીયાર નગર, દેત્રોજ, તા-દેત્રોજ, જી-અમદાવાદ.
ટ્રેપ ની તારીખ :- ૨૩/૦૯/૨૦૨૫
લાંચની માંગણી કરેલ રકમ રૂ.૩૫,૦૦૦/
લાંચની સ્વીકારેલ રકમ રૂ.૩૫,૦૦૦/
લાંચની રીકવર કરેલ રકમ રૂ.૩૫,૦૦૦/
ટ્રેપ નું સ્થળ :
શેઠ શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિધામંદિર સ્કુલના કાર્યાલયમાં, દેત્રોજ, તા-દેત્રોજ, જી-અમદાવાદ
ટૂંક વિગત :-
આ કામના ફરીયાદી સરકારશ્રી દ્ધારા શિક્ષકોની ભરતી કરવા બહાર પાડેલ ટાટની પરીક્ષા પાસ કરી ગઈ તા.૨૯.૭.૨૦૨૫ નારોજ શિક્ષિકા તરીકે અમદાવાદ જિલ્લા ના દેત્રોજ ખાતે શેઠ શ્રી એલ.વી & કે.વી.ભાવસાર વિદ્યા મંદિર સ્કુલ ખાતે તેઓને નિમણુંક મળતા ફરીયાદીશ્રી સ્કુલ માં હાજર થયેલ ત્યારબાદ સ્કુલ ના આચાર્ય આરોપી નં-૧ કમલેશભાઈ એ કહેલ કે, તમે હાજર થયા છો તે શિક્ષકની સીટ માં મે ફેરફાર કરાવી EWS (ઇકોનોમિકલ વિકર સેક્શન) કરાવી નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ નોંધાવેલ છે અને તે બાબતે તમારે વહેવાર ના રૂ.૩૫,૦૦૦/- મને આપવા પડશે, જેથી આ લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ના હોય તેઓએ આજરોજ એ.સી.બી નો સંપર્ક કરતાં, ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ, જે લાંચ ના છટકા દરમ્યાન આરોપી નં-૧ નાઓએ લાંચના નાણા આરોપી નં-૨ નાઓને આપી દેવા જણાવતા આરોપી નં-૨ નાઓએ લાંચના નાણા રૂ.૩૫,૦૦૦/- ની લાંચ ની માંગણી કરી, સ્વીકારી એક બીજાની મદદગારી કરી સ્થળ ઉપર પકડાઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી :-
શ્રી એન.એન.જાદવ,
પોલીસ ઇન્સપેક્ટર,
અમદાવાદ ગ્રામ્ય એ.સી. બી પી.સ્ટે.
સુપરવિઝન અધિકારી :-
શ્રી કે.બી.ચુડાસમા,
મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી અમદાવાદ એકમ, અમદાવાદ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



