ઢસાગામ લાયબ્રેરી ચોક માં ‘સરદાર પટેલ સ્મૃતિ ભવન’ બનાવવા બાબત.

સવિનય જયભારત સાથ જણાવવાનું કે અખંડ ભારતના શિલ્પી તેમજ મહાત્મા ગાંધીજી ના વિશ્વાસું સાથીદાર કે જેના વિના દેશની આઝાદી અશક્ય હતી તેવા લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોઇ એક સમાજનાં નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રના નેતા હતાં જેથી જ ભાવનગ૨નાં નેકનામદાર મહારાજશ્રી કૃષ્ણકુમારસિંહજી એ અખંડ ભારતના નિર્માણ માટે સૌથી પહેલા પોતાનું રાજય સરદાર પટેલને સુપ્રત કરીને સમગ્ર દેશના રાજવીઓને પ્રેરણા આપી હતી જે એક ઇતિહાસ બની ગયો હતો જે સમગ્ર રાષ્ટ્રની જનતા સારી રીતે જાણે છે.
ભા૨તના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ આ મહામાનવની વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું નિર્માણ કરીને દેશ માટે શ્રી સ૨દા૨ વલ્લભભાઈ પટેલ એ આપેલ અનન્ય યોગદાનનું ઋૠણ ચુકવીને સમગ્ર ભારતીયોમાં કાયમી એકતા ભાવ બની રહે તેવા શુભાશયથી આ સૌથી ઉંચી પ્રતિમાનું નામ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ રાખવામાં આવેલ છે.
ઢસાગામમાં દરેક સમાજમાં કાયમી ભાવાત્મક એકતા જળવાઈ રહે અને ભાવિપેઢી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ના ઉચ્ચ આદર્શો અને જીવન-કવનથી વાફેક ૨હી શકે તેવા શુભાશયથી ઢસાગામ લાયબ્રેરી ચોક કે જેને આપણે સરદાર ચોક તરીકે પણ કહીએ છીએ. આ ચોકમાં આવેલ લાયબ્રેરી નાં જુનાં જર્જરીત મકાનની જગ્યાએ ગ્રામજનોને કાયમી ઉપયોગમાં આવી શકે તેવું ‘સ૨દા૨ પટેલ સ્મૃતિ ભવન’ નું નિર્માણ ક૨વામાં આવે અને તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ મુકવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે. આ અંગે ઢસાગામ ગ્રામ પંચાયતના આપસૌ હોદ્દેદારો આ અંગે હકારાત્મક નિર્ણય લેશો તેવી આશા રાખીએ છીએ.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



