ગુજરાતતાજા સમાચાર

સેવા પખવાડિયા’ અંતર્ગત કામરેજ વિધાનસભાભાજપ પરિવાર દ્વારા સરકારી યોજનાઓનો ઘરઆંગણે લાભ આપવા માટે ગણેશ રો હાઉસ ની વાડી, સરથાણા ખાતે કેમ્પ યોજાયો

મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો યોજનાકીય લાભો મેળવવા ઉમટી પડ્યા
——
સુરત:મંગળવાર: ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને કરોડો નાગરિકોના પ્રેરણાસ્ત્રોત યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી ‘સેવા પખવાડિયા’ના રૂપમાં સમગ્ર દેશમાં થઇ રહી છે, ત્યારે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા સરકારી યોજનાઓનો ઘરઆંગણે લાભ આપવા માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો લાભ મેળવવા માટે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો ઉમટી પડ્યા હતા.
કેમ્પમાં ભાજપાના પદાધિકારીઓ, હોદ્દેદારો અને સ્વયંસેવકો, કાર્યકરોએ કેમ્પને સાચા આર્થમાં સેવાયજ્ઞ બનાવ્યો હતો. જેમાં વિવિધ સરકારી યોજનાના લાભો અને દસ્તાવેજી કામો જેવા કે, આવકનો દાખલો, આયુષ્યમાન વયવંદના કાર્ડ, બિનઅનામતનો દાખલો, નોન ક્રિમીલેયર E.W.S પ્રમાણપત્ર, નિરાધાર વૃધ્ધ પેન્શન, સિનીયર સિટીઝન પ્રમાણપત્ર, ડોમીસાઈલ, આધારકાર્ડમાં સુધારા, ગંગાસ્વરૂપા પેન્શન, વ્હાલી દીકરી યોજના, મેયર ફંડ, મુખ્યમંત્રી રાહત ફંડ, પીએમ કેર્સ ફંડ જેવી યોજનાકીય સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button