ગુજરાતતાજા સમાચાર

ગઢડા શહેર ભાજપ સંગઠન દ્વારા જિલ્લા પ્રમુખના જન્મદિવસ નિમિત્તે બાળકોને કીટ વિતરણ

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગઢડા શહેર ભાજપ સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઢડા શહેરના ભડલી ઝાપા વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે નાના બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા તથા તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. સમાજસેવા અને લોકકલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને આ પ્રકારની ઉજવણી દ્વારા ભાજપ સંગઠને માનવતા સેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નાના બાળકોના ચહેરા પર આનંદની ઝલક સ્પષ્ટ દેખાતી હતી. બાળકોને વિતરણ કરાયેલ કીટમાં તેમના રોજિંદા ઉપયોગી સામાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અવસરે ભાજપના આગેવાનો દ્વારા મયુરભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને આવનારા સમયમાં પણ આવાં સેવાકીય કાર્યો સતત કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button