એ.સી.બી.ની સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : હસમુખભાઇ કિશનભાઇ ચુડાસમા ઉ.વ.૩૦, હોદ્દો- લોકરક્ષક નોકરી-સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) જી. સુરત
ગુનો બન્યા : તા.૧૬/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ : રૂ.૧,૦૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ : રૂ.૧,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧,૦૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ : મોજે કામરેજ થી ઓરનાગામ તરફ જતા રોડ ઉપર આવેલ આત્મવિલા સોસાયટીની સામે જાહેર રોડ ઉપર
ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીના પતિ તથા જમાઇ વિરુદ્ધ કામરેજ પો.સ્ટે.માં પ્રોહિબીશનનો ગુનો દાખલ થયેલ તે ગુનામાં ફરીયાદીના જમાઇને અટક કરેલ હોય, તેઓને માર નહી મારવા તેમજ ફરીયાદીના પતિને હાજર કરી, તેને પણ માર નહિ મારવાના અવેજ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, તે દરમ્યાન ફરિયાદી આક્ષેપિતને મળતા, આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી, આક્ષેપિત રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતાં સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.ડી.ધોબી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી : શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



