ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી, તાપી-વ્યારાના નિવૃત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પરૂલકર, વર્ગ-૨ નાઓ વિરુધ્ધ રૂ.૨,૩૫,૫૯,૦૬૬/- (૧૧૨.૨૦%) ની અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો દાખલ કરતી તાપી એ.સી.બી. પો.સ્ટે.વ્યારા

આરોપી સંતોષ વિનાયક પરૂલકર, મદદનીશ નિયામક, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી, તાપી-વ્યારા, (હાલ નિવૃત), વર્ગ-૨, રહેવાસી-એ-૧, તેજસ સોસાયટી કે.કે.નગર રોડ, વાસુકાના ટાવર પાસે ઘાટલોડીયા અમદાવાદ, નાઓએ પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ દરમ્યાન તા.૦૧/૦૧/૨૦૧૧ થી ૩૧/૦૩/૨૦૧૮ સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે રૂપિયા ૨,૩૫,૫૯,૦૬૬/-(અંકે રૂપિયા બે કરોડ પાંત્રીસ લાખ ઓગણસાઇઠ હજાર સાસઠ પૂરા) ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે જાહેર સેવક તરીકે મળેલ સત્તાને દુરઉપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે નાણા મેળવી સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાય આવેલ. જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૧૧૨.૨૦ % જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાય આવેલ છે.
આરોપી સંતોષ વિનાયક પરૂલકર, મદદનીશ નિયામક, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી, તાપી-વ્યારા, (હાલ નિવૃત), વર્ગ-૨, રહેવાસી. એ-૧, તેજસ સોસાયટી કે.કે.નગર રોડ, વાસુકાના ટાવર પાસે ઘાટલોડીયા અમદાવાદ નાઓ વિરૂધ્ધ સરકાર તરફે શ્રી બી.ડી.રાઠવા, પો.ઇન્સ. નવસારી એ.સી.બી. પો.સ્ટે. નવસારી નાઓએ ફરિયાદ આપતા તાપી એ.સી.બી પો.સ્ટે. ગૂ.૨.નં. ૦૬/૨૦૨૫ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ ૧૩(૧)ઈ સાથે ભ.નિ.સુધારા અધિનિયમ-૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી સંતોષ વિનાયક પરૂલકર, મદદનીશ નિયામક, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી, તાપી-વ્યારા, (હાલ નિવૃત) નાઓને તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ ધરપકડ કરવામાં આવેલ છે.
સદર ગુનાની તપાસ સુ.શ્રી એસ.એચ.ચૌધરી, પો.ઇન્સ. I/c તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા નાઓ કરી રહેલ છે. જેના સુપરવિઝન અધિકારીશ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત નાઓ છે.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



