મહિલા અને બાળ વિભાગ તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ખાંભડા ગામની પાવન માધ્યમિક શાળામાં જાતીય સતામણી કાયદા અંગે જાગૃતતા કેળવવા કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ. બલોલીયા અને મહિલા અને બાળ અધિકારીશ્રી આઈ.આઈ.મન્સુરીના માર્ગદર્શન હેઠળ ખાંભડા ગામની પાવન માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે “બેટી બચાવો બેટી, પઢાવો કાર્યક્રમ” અંતર્ગત જાતીય સતામણી અને ઘરેલુ હિંસાના કાયદા તેમજ વિવિધ યોજનાઓ અને હેલ્પ લાઇન નંબર વિશે જાગૃતતા લાવવા હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પી.બી.એસ.સીના કાઉન્સેલર રીંકલબેન મકવાણા દ્વારા સેન્ટરની કામગીરી વિશે, આવતા કેસો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ હાલમાં કિશોરીઓ સાથે બનતા કિસ્સાઓમાં થતી જાતિય સતામણી સમયે જાગૃતતા કેળવવા અને ઘરેલું હિંસાના કાયદા વિશે માહિતી આપી હતી. DHEWના જિલ્લા કો-ઓર્ડિનેટર મહેશભાઈ સોલંકી અને ઝેન્ડર સ્પેશિયાલિસ્ટ નીતાબેન ભેડા દ્વારા મહિલા અને બાળ વિભાગ દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના, વિધવા પુનઃલગ્ન યોજના તેમજ મહિલા સ્વાવલંબન યોજના વિશે માહિતગાર કર્યા હતા. 181ના કાઉન્સેલર જલ્પાબેન પરમાર દ્વારા 181 અભયમમા આવતા કેસો વિશે, 181 એપ્લિકેશન ડાઉનલોડ કરવા, વિવિધ હેલ્પલાઇન વિશે માહિતી આપી હતી તેમજ સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્રના કેસ વર્કર છાયાબેન સરવૈયા દ્વારા સેન્ટરની કામગીરી વિશે, તેરે મેરે સપને વિશે,SHE ટીમમાંથી કોન્સ્ટેબલ સુરપાલભાઈ ગોહિલ દ્વારા સાઇબર ક્રાઇમ, શી ટીમની કામગીરી અને કાયદાકીય સમજ આપી હતી. કાર્યક્રમનું સંચાલન DHEWના સ્ટાફ વિજયભાઈ ગોહિલ અને કોમલબેન હિંગુ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ પાવન માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ શ્રી હરિકૃષ્ણ બારેવડીયા સાથે સંકલન કરી તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહકારથી સફળ બનાવવામાં આવ્યો હતો

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



