બોટાદ જિલ્લામાં કુલ 67 શિક્ષકોને શિક્ષણાધિકારીશ્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ઘટને પૂર્ણ કરવાની નેમ સાથે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારોને નિમણૂંક પત્રકો એનાયત કરવાનું જણાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી -2024 અન્વયે બોટાદ જિલ્લામાં કુલ 67 જેટલા ઉમેદવારોને ઝડપથી નિમણૂક હુકમ મળી રહે તે માટે આ ભરતી અને નિમણૂક પ્રક્રિયાના જિલ્લા નોડલ અધિકારીશ્રી અને મોડેલ સ્કૂલના આચાર્યશ્રી ડૉ. વિક્રમસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કુલ 08 ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત ઉમેદવારોને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.ભરતસિંહ વઢેર તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓના હસ્તે મોડેલ સ્કૂલ, બોટાદ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યા. વધુમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ તમામ ઉમેદવારોને અભિનંદન સાથે વિદ્યાર્થીઓના હિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે જણાવ્યું હતું. આ ભરતી/નિમણૂક પ્રક્રિયાને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં તમામ અધિકારી અને કર્મચારી મિત્રોએ પ્રશંસનીય કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



