ગુજરાતતાજા સમાચાર
કેન્દ્ર સરકારશ્રી ના અગત્યના પ્રોજેક્ટ એવા “આપદા મિત્ર” પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ના સહયોગથી અમદાવાદ લો ગાર્ડન ખાતે આવેલ એન.સી.સી કેમ્પ યોજાયો

તા. ૧૫/૦૭/૨૦૨૫ થી તા. ૨૪/૦૭/૨૦૨૫ સુધી કુલ ૫૧ એન.સી.સી કેડેટ્સ ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તાલીમબદ્ધ કરવામાં આવ્યા જે તાલીમબદ્ધ કેડેટ્સ કોઈપણ પ્રકારના આપદા સામે બચાવ રાહત કામગીરી કરવામાં સક્ષમ હોય જે અંગે અમદાવાદ જિલ્લાના માસ્ટર ટ્રેનર ડૉ. વિશાલ શાહ, જીતેન્દ્ર શર્મા, રોહન સોની તથા એસ.ડી.આર.એફ ગ્રુપ ૧ ના પી.સી યુવરાજસિંહ સિસોદિયા, મૃગેશ બારૈયા, ગ્રુપ -૧૨ ના પી.સી. અજયસિંહ પવાર તથા પી.સી કુલદીપસિંહ નાઓએ તમામ કેડેટ્સ ને યોગ્ય તાલીમ આપવામાં આવેલ છે. આ કામગીરીમાં એસ.ડી.આર.એફ. નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી શીત્તલકુમાર ગુજ્જર તથા 9મી બટાલિયન એન.સી.સી ના કર્નલ શ્રી એમ.એ.ખાન તથા અન્ય અધિકારી કર્મચારીઓએ સહયોગ આપેલ છે.










તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯



