એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદીઃ – એક જાગૃત નાગરીક
આરોપી : –
૧) ટિપ્પે સ્વામી લક્કામા દાસર ,
આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર,વર્ગ -૨,
સહાયક મંડળ , ભાવનગર રેલવે ડીવીઝન , રેલવે ડી.આર.એમ કચેરી ,
ભાવનગર
ગુન્હો બન્યા તા. ૨૧/૦૭/૨૫
બનાવનુ સ્થળ : આક્ષેપિત ની ઓફીસ માં ડી.આર.એમ કચેરી ,
ભાવનગર રેલવે ડીવીઝન , ભાવનગર
લાંચની માંગણીની રકમઃ- રૂ.૬૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમઃ-રૂ.૬૫,૦૦૦/-
રીકવર કરેલ રકમઃ- ૬૫,૦૦૦/-
ટુંક વિગતઃ – આ કામ નાં ફરીયાદી ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર છે . તેઓ ને રેલવે ડીવીઝન ભાવનગર માંથી મળેલા કોન્ટ્રાક્ટ ના કામો નાં આશરે રૂપીયા દસ લાખ ની રકમ નાં રનિંગ બીલો ની મંજુરી/એપ્રુવલ આપવા પેટે બીલ ની રકમ નાં ૪% લેખે એડવાન્સ તથા ફરીયાદી ને અન્ય એક “વર્ક ઓર્ડર “ આપેલ હોઇ તેના પોઇન્ટ પાંચ ટકા લેખે એમ કુલ રૂ.૬૫,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી .
પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી એ ફરીયાદી પાસે લાંચ નાણાં માંગી સ્વીકારતાં રંગેહાથ પકડાઇ ગયેલ છે .
ટ્રેપીંગ ઓફીસરઃ –
શ્રી એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી.
ફિલ્ડ ૩ ( ઇન્ટે.)
અમદાવાદ.
સુપરવિઝન ઓફીસરઃ –
શ્રી એસ.એન.બારોટ
ઇ.ચા મદદનીશ નિયામક,
એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.),
અમદાવાદ.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



