ગુજરાતતાજા સમાચાર

જહાજના યુવકે પોલીસનો માર સહન ન થતાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી.

ખંભાત.

વી. ઓ.
ગત 11 તારીખના રોજ ખંભાત તાલુકાના જહાજ ગામમાં દૂધ મંડળીમાં માઇક્રો એ.ટી.એમ. ના ઓપરેટર તરીકે કામ કરતા જીગ્નેશભાઈ પટેલ ખંભાતની બેંકમાંથી નાણા ઉપાડી પરત પોતાના ગામ ફરી રહ્યા હતા તે દરમિયાન જીતપુરા નજીક બે બાઈક સવારો તેમની પાછળ આવી તેમને ધક્કો મારી બાઈક ઉપરથી પાડી દઈ લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં ત્રણ લાખ ૩૨ હજાર રૂપિયા ભરેલો લૂંટી લઈને ફરાર થઈ ગયા હતા. આ બાબતની ફરિયાદ જીગ્નેશભાઈ પટેલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખંભાત પોલીસ સ્ટેશન દ્વારા તેમને શંકાના આધારે અટક કરી અને ત્રણ દિવસ પૂછપરછ માટે સતત બોલાવતા હતા અને ઢોર મારતા હતા આ ઢોર માર અને ટોરર્ચરિંગ સહન ન થતા આખરે કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનો મોટો આક્ષેપ કર્યો છે મરનારની બહેન તેમજ ફોઈએ પોલીસ દ્વારા સતત તેને ટોર્ચર કરતા અને માર મારતા આખરે માર સહન ન થતા જીગ્નેશભાઈએ ઝેરી દવા પી લેતા તેમને ખંભાત દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા ખંભાત દવાખાનામાં ડોકટરે ના પાડતાં આખરે તેમને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરતા જ્યાં આજે તેમનું મોત નિપજ્યું હતું આ બાબતે જીગ્નેશભાઈના કુટુંબીજનોએ પોલીસ ઉપર બહુ જ મોટો આક્ષેપ કર્યો છે કે સતત ત્રણ દિવસથી એમને માર મારવામાં આવતો હતો અને એટલો બધો મારવામાં આવતો હતો કે જેનાથી એ માર સહન ન થતા આખરે તેણે પોતે જ ઘરે એવું કહીને નીકળ્યા હતા કે હવે મારાથી માર સહન નથી થતો એટલે હું ગુનો કબૂલ કરી લઉં છું અને હવે હું જીવવાનો નથી હું મરી જઈશ આમ પોતાના ઘરે આ વાત કર્યા પછી એ નીકળી ગયા અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે લૂંટના ગુનાની ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ફરિયાદીને જ આરોપી બનાવી એને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો અને એને ગુનો કબુલ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો પોલીસના ત્રાસથી આખરે યુવકે જિંદગી ટૂંકાવી દીધી ત્યારે ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે કાયદે સરની ફરિયાદ નોંધાયા બાદ શંકાના આધારે શું આરોપીને ઢોર માર મારી શકાય ? જોકે ખંભાત રૂરલ પોલીસ પી.એસ.આઇ. છેલા ભરવાડ ની કામગીરી શંકાસ્પદ રહી છે ત્યારે જિલ્લા પોલીસવડાએ આ બાબતે પોલીસ સ્ટેશન ની અંદર જ્યાં ટોર્ચર કરેલા છે તે રૂમના સી.સી.ટી.વી ફૂટેજ વિડિયોની તપાસ કરી પોલીસ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવા માંગણી કરી છે અને જો આ બાબતે કાયદેસરની ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી દેતાં કરમસદ હોસ્પિટલમાં મૃતકના સંબધીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.
જોકે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોએ ખંભાત પી.એસ.આઇ.સામે જ્યાં સુધી ફરિયાદ નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડતા આખરે ખંભાત રૂરલ પી.આઇ.પી.એચ. નાઇએ જણાવેલ કે આ ઘટનામાં જે કોઈ દોશી હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવતા હાલ લાશને કોલ્ડ સ્ટોરેજ માં મૂકવામાં આવી છે .

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- નયન પરમાર ખંભાત
મો. :- ૭૩૮૩૯૩૭૧૨૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button