એ.સી.બી. સફળ ટ્રેપ કેસ
ફરીયાદી-એક જાગૃત નાગરીક
-: આરોપી :-
(૧) રાયમલભાઇ નાનજીભાઇ સીયાળ, પો.કોન્સ.માળીયા (મી) પોલીસ સ્ટેશન વર્ગ-૩.
(૨) ગુલામરસુલ હૈદરભાઇ જામ (પ્રજાજન).
ટ્રેપની તારીખ:-
૧૨/૦૭/૨૦૨૫
લાંચની માંગણીની રકમ :-
રૂ.,૧,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકાર્યાની રકમ :-
રૂ.૧,૦૦,૦૦૦/-
લાંચની રીકવરીની રકમ :-
રૂ.૧,૦૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળઃ-
હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી નજીક તા. માળીયા .જી.મોરબી
ટુંક વિગત:-
આ કામના ફરીયાદી ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા આરોપી નંબર-(૧) નાએ ફરીયાદી પાસે રૂા.૧,૦૦,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી આરોપી નંબર (૨) ને આપી દેવાનું જણાવેલ.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નંબર-(૨) નાએ આરોપી નંબર (૧) ના વતી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચના નાણાં રૂ.૧,૦૦,૦૦૦/- સ્વીકારી બંન્ને આરોપીઓએ ગુન્હો આચરવામાં એકબીજાને મદદગારી કરી, સ્થળ ઉપર આરોપી નં.(૨) પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી:
શ્રી એમ.એમ.લાલીવાલા,
પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પો.સ્ટે.સુરેન્દ્રનગર
તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારી:- શ્રી કે.એચ.ગોહિલ,
ઈ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



