ગુજરાતતાજા સમાચાર

ચોરીના TVS જ્યુપીટર નંગ- ૧૭ કિં.રૂ. ૧૫,૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય ”

 

પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધી ચૌધરી સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ચોરીના બનાવો ન બનવા પામે તેમજ ચોરીમા ગયેલ ચોર મુદામાલ તથા આરોપીઓને શોધી કાઢવા સારૂ એસ.એન.રામાણી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ.

જે અનુસંધાને એ.એસ.આઇ. ગોપાલસિંહ સરદારસિંહ તથા આ.પો.કો. હર્ષદભાઇ રામાભાઇ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે, સાણંદ ટાઉન માં આવેલ ટી.વી.એસ. મોટર સાયકલ કંપનીના જોગણી માતાજીના મંદીર નજીક આવેલ રેસવે ટી.વી.એસ. નામના શો-રૂમમાં નોકરી કરતા ધર્મદીપસિંહ તથા શિવરાજસિંહ નામના માણસો સદર શૉ-રૂમના ગોડાઉનમાંથી માલીકની જાણ બહાર આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન થયા વિનાના કેટલાક TVS જ્યુપીટર (સ્કુટર) ચોરી કરી વેંચાણ કરેલ છે. અને તેમાંનુ એક ચોરી કરેલ વ્હાઇટ કલરનુ જ્યુપીટર લઇને તેમના મિત્ર દિવ્યરાજ સાથે સાણંદ થી બાવળા જતા બાયપાસ હાઇવે રોડ ઉપર આવનાર છે. અને દિવ્યરાજ જ્યુપીટર ચલાવે છે અને તેને કાળો શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે.

જે હકીકત આધારે ત્રણ ઇસમો (૧) દીવ્યરાજસિંહ સ/ઓ કિરીટસિંહ હનુભા વાઘેલા રહે.કાણેટી ખારા વાળો વાસ તા.સાણંદ જી.અમદાવાદ (૨) ધર્મદીપસિંહ સ/ઓ હીતેન્દ્રસિંહ નટુભા પરમાર રહે.૧/મુનિકૃપા સોસાયટી સાણંદ તા.સાણંદ જી.અમદાવાદ (૩) શિવરાજસિંહ સ/ઓ વિપુલસિંહ કાળુભા વાઘેલા રહે.૧૭/ જય સોમનાથ સોસાયટી સાણંદ તા.સાણંદ જી.અમદાવાદ નાઓને ચોરી કરેલ વ્હાઇટ કલરનુ TVS જ્યુપીટર (સ્કુટર) ની કિ.રૂ.૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડેલ.

સદરી ત્રણેય ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ધર્મદીપ તથા શિવરાજ નાઓ સાણંદ TVS શો રૂમમાં નોકરી કરતા હોવાનુ જણાવેલ અને બંને ભેગા મળી શો-રૂમના ગોડાઉનમાંથી માલીકની જાણ બહાર આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન થયા વિનાના કેટલાક TVS જ્યુપીટર (સ્કુટર) ચોરી કરેલ અને દિવ્યરાજને આપતા દિવ્યરાજ અલગ અલગ માણસોને સદર ચોરી કરેલા TVS જ્યુપીટર (સ્કુટર) પહોંચાડતો હતો.

જે આધારે વેચાણ રાખનાર તમામ ઇસમો પાસેથી અલગ અલગ કલર તથા મોડલના TVS જ્યુપીટર (સ્કુટર) કુલ નંગ ૧૬ જે એક ની કિ.રૂ.૯૦,૦૦૦/- લેખે કુલ નંગ ૧૭ ની કિ.રૂ.૧૫,૩૦,૦૦૦/-તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૮૫,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૧૬,૧૫૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.

જે મુદ્દામાલ બી.એન.એસ.એસ કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને ત્રણેય ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરવામાં આવેલ છે. આ બાબતે સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન સ્ટે.ડા. એન્ટ્રી નંબર-૧૫/૨૦૨૫ તા.૦૩/૦૭/૨૦૨૫ થી રજીસ્ટર કરી આગળની વધુ તપાસ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓ તરફ કરવામાં આવેલ છે.

ગુન્હાની એમ.ઓ.

– પકડાયેલ ઇસમો ધર્મદીપ તથા શિવરાજ નાઓ સાણંદ TVS શો રૂમમાં નોકરી કરતા હોય અને બંને વાહનોનો સ્ટોક મેન્ટેન કરતા હોય જેઓ બંને ભેગા મળી બપોરના લંચના સમયે ટુ વ્હીલરની ચાવી મેળવી શો-રૂમના વાડા માંથી કે જ્યાં કોઇ સી.સી.ટી.વી. કે કોઇ સિક્યોરીટી ન હોય તે જગ્યાએથી માલીકની જાણ બહાર આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન થયા વિનાના કેટલાક TVS જ્યુપીટર (સ્કુટર) ચોરી કરી દિવ્યરાજને આપતા દિવ્યરાજ અલગ અલગ માણસોને સદર ચોરી કરેલા TVS જ્યુપીટર (સ્ફટર)
– જે આધારે વેચાણ રાખનાર તમામ ઇસમો પાસેથી અલગ અલગ કલર તથા મોડલના TVS જ્યુપીટર (સ્કુટર) કુલ નંગ ૧૬ જે એક ની કિ.રૂ.૯૦,૦૦૦/- લેખે કુલ નંગ ૧૭ ની કિ.રૂ.૧૫,૩૦,૦૦૦/-તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૮૫,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૧૬,૧૫૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.

જે મુદ્દામાલ બી.એન.એસ.એસ કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને ત્રણેય ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરવામાં આવેલ છે. આ બાબતે સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન સ્ટે.ડા. એન્ટ્રી નંબર-૧૫/૨૦૨૫ તા.૦૩/૦૭/૨૦૨૫ થી રજીસ્ટર કરી આગળની વધુ તપાસ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓ તરફ કરવામાં આવેલ છે.

ગુન્હાની એમ.ઓ.

– પકડાયેલ ઇસમો ધર્મદીપ તથા શિવરાજ નાઓ સાણંદ TVS શો રૂમમાં નોકરી કરતા હોય અને બંને વાહનોનો સ્ટોક મેન્ટેન કરતા હોય જેઓ બંને ભેગા મળી બપોરના લંચના સમયે ટુ વ્હીલરની ચાવી મેળવી શો-રૂમના વાડા માંથી કે જ્યાં કોઇ સી.સી.ટી.વી. કે કોઇ સિક્યોરીટી ન હોય તે જગ્યાએથી માલીકની જાણ બહાર આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન થયા વિનાના કેટલાક TVS જ્યુપીટર (સ્કુટર) ચોરી કરી દિવ્યરાજને આપતા દિવ્યરાજ અલગ અલગ માણસોને સદર ચોરી કરેલા TVS જ્યુપીટર (સ્કુટર) પહોંચાડતો હતો.

ગુન્હાનો હેતુ

આ કામના આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ અને મોજ શોખ પુરા કરવા માટે ચોરી કરતા હતા.

પકડાયેલ મુદ્દામાલ

(૧) અલગ અલગ કલર તથા મોડલના TVS જ્યુપીટર (સ્કુટર) કુલ નંગ ૧૭ જે એક ની કિ.રૂ.૯૦,૦૦૦/-લેખે કુલ નંગ ૧૭ ની કિ.રૂ.૧૫,૩૦,૦૦૦/-

(૨) ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૮૫,૦૦૦/- કુલ કિં.રૂ.૧૬,૧૫,૦૦૦/-

પકડાયેલ આરોપીઓ

(૧) દીવ્યરાજસિંહ સ/ઓ કિરીટસિંહ હનુભા વાઘેલા રહે.કાણેટી ખારા વાળો વાસ તા.સાણંદ જી.અમદાવાદ

(૨) ધર્મદીપસિંહ સ/ઓ હીતેન્દ્રસિંહ નટુભા પરમાર રહે.૧/મુનિકૃપા સોસાયટી સાણંદ તા.સાણંદ જી.અમદાવાદ (૩) શિવરાજસિંહ સ/ઓ વિપુલસિંહ કાળુભા વાઘેલા રહે.૧૭/ જય સોમનાથ સોસાયટી સાણંદ તા.સાણંદ જી.અમદાવાદ

આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એસ.એન.રામાણી, પો.સ.ઈ.શ્રી આઈ.કે.શેખ તથા એ.એસ.આઇ. ગોપાલસિંહ સરદારસિંહ, વિજયસિંહ જગતસિંહ તથા અ.હે.કો. અજિતદાન સાગરદાન, મહેશભાઇ પરષોત્તમભાઇ, શક્તિસિંહ છત્રસિંહ તથા આ.પો.કો. હર્ષદભાઈ રામાભાઇ, હાર્દિકકુમાર રણમલભાઇ તથા ડ્રા.હે.કો. જગદીશભાઇ સોમાજી નાઓ જોડાયેલ હતા.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button