ગુજરાતતાજા સમાચાર

ખેતરોમાં ખેડુતોની પાણી ખેચવાની મોટરોની ચોરી કરતા ઇસમોને ઝડપી પાડી કૂલ – ૨૧ મોટરો (મોનોબ્લોક પમ્પ) રીકવર કરતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ ગ્રામ્ય

થોડા સમયથી જીલ્લાના 래더기 래더기 પો.સ્ટે. વિસ્તારોમાં ખેડુતો દ્વારા ખેતરોમાં પાકને પાણી આપવા સારૂ સીંચાઇ માટે ઉપયોગમાં લેવાતી પાણી ખેંચવાની મોટરો (મોનોબ્લોક પમ્પ) ની ચોરીઓ થતી હોવાની રજૂઆત ખેડુતો દ્વારા કરવામાં આવેલ હોય અને સતત ઘણીબધી મોટરો (મોનોબ્લોક પમ્પ) ની ચોરીઓ થયેલ હોય જે મોટરોની ચોરીઓના અનડીટેક્ટ રહેવા પામેલ ગુનાઓ ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા ડીટેક્ટ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ આ અનડીટેકટ ગુનાઓ શોધવા કવાયત હાથ ધરેલ અને સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેના ફળસ્વરૂપે ASI દિલીપસિંહ પરમાર તથા HC પૃથ્વીરાજસિંહ સિસોદિયા નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે આરોપી (૧) ગોપાલભાઈ મંગાભાઇ ઇસુભાઈ સોલંકી રહે-ગાંગડ ગામ, પગી વાસ, જોધલપીર મંદીર પાસે તા-બાવળા જિ-અમદાવાદ (૨) મેહુલભાઈ સાગરભાઈ કાનાભાઈ મુંઝવા રહે- બેગવા ગામ, મહાદેવ મંદીર પાસે તા-ધોળકા ને ઝડપી પાડી તેઓની યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરવામાં આવેલ. આ પુછપરછ માં તેઓ ઉપરોક્ત મોટરોની ચોરી કરી હોવાની કબુલાત આપેલ હતી. તેઓની પાસેથી મોનોબ્લોક પમ્પ (મોટર) કલ નંગ-૨૧ કુલ કિ.રૂ.૨,૪૫,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. જેમાં મોટરોની ચોરીઓના કૂલ-૫ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી સારૂ બગોદરા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-

ગોપાલભાઈ મંગાભાઈ ઇસુભાઇ સોલંકી રહે-ગાંગડ ગામ, પગી વાસ, જોધલપીર મંદીર પાસે તા-બાવળા જિ-અમદાવાદ

મેહુલભાઈ સાગરભાઈ કાનાભાઈ મુંઝવા રહે- બેગવા ગામ, મહાદેવ મંદીર પાસે તા-ધોળકા

શોધી કાઢેલ ગુન્હાની વિગતઃ-

બગોદરા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૨૦૧૦૨૫૦૧૭૦/૨૫ BNS-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ

બગોદરા પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૧૯૨૦૧૦૨૫૦૧૭૨/૨૫ BNS-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ

બગોદરા પો.સ્ટે.ગુ.ર.નં- ૧૧૧૯૨૦૧૦૨૫૦૧૭૫/૨૫ BNS-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ

બગોદરા પો.સ્ટે.ગુ.ર.નં- ૧૧૧૯૨૦૧૦૨૫૦૧૭૬/૨૫ BNS-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ

કોઠ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૯૨૦૨૯૨૫૦૧૪૦/૨૫ BNS-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ

આરોપી પાસે ગુના તથા કબુલાતના કામે રીકવર કરેલ

મુદ્દામાલઃ-

અલગ અલગ કંપનીની મોનોબ્લોક પમ્પ (મોટર) કુલ નંગ-૨૧ કુલ કિં.રૂ.૨,૪૫,૭૦૦/-નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button