લાખણી તાલુકાના જસરા ગામે બનેલ ચકચારી ડબલ મર્ડર તથા લુંટના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી લેતી એલ.સી.બી., બનાસકાંઠા, પાલનપુર

આગથળા પો.સ્ટે.ના જસરા ગામના વતની વર્ધાજી મોતીજી પટેલ તથા તેમના પત્નિ હોશીબેન વર્ધાજી પટેલ વૃધ્ધ દંપતી જસરા ગામ સીમમાં પોતાના ખેતરમાં રહેણાક મકાનમાં રહેતા હોય, ગઇ તા.૧૫/૦૬/૨૦૨૫ ના રાત્રીના આઠેક વાગ્યાથી તા.૧૬/૦૬/૨૦૨૫ ના સવારના ૨.૦૬/૦૦ સુધીના સમય ગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ સમાન ઇરાદો પાર પાડવા તીક્ષ્ણ હથિયારો ધારણ કરી ઉકત વૃધ્ધ દંપતીના મકાનમાં લુંટ કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, મુખ્ય દરવાજાનુ તાળુ તોડી વૃધ્ધ દંપતીને તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ ઇજાઓ કરી મોત નીપજાવી મરણ જનાર હોશીબેનના શરીરે પહેરેલ દાગીના કીમત રૂ.૨.૫૦,૦૦૦/- ની લુંટ કરી નાસી ગયા બાબતનો અનડીટેક ડબલ મર્ડરનો ગુનો આગથળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ
ઉપરોકત ગુના બાબતે શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક. સરહદી રેન્જ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુર તથા તપાસ અધિકારીશ્રી સુમન નાલા મદદનીશ પોલીસ અધિક્ષક દાંતા વિભાગ તથા શ્રી સી.એલ.સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક, ડીસાનાઓ દ્વારા ઉપરોકત ડબલ મર્ડરનો અનડીટેકટ ગુનો શોધી કાઢવા એલ.સી.બી., એસ.ઓ.જી..પેરોલ ફર્લો સ્કોડ તથા સ્થાનિક પો.સ્ટે.ની અલગ-અલગ કુલ-૦૯ જેટલી ટીમોનુ ગઠન કરવામાં આવેલ અને ઉકત ગુનાનો ભેદ ઉકેલવા સારૂ તમામ પાસાઓમાં ઝીણવટ ભરી રીતે તપાસ કરી ગુનો શોધી કાઢવા અને આરોપી ઝડપી પાડવા જરૂરી સુચના કરેલ. અને ઉકત ગુનાની ગંભીરતા આધારે સદર ગુનાની તપાસ શ્રી સુમન નાલા મદદનીશ પોલીસ અધિક્ષક દાંતા વિભાગનાઓને તપાસ સોંપવામાં આવેલ.
આ કામે તપાસ અધિકારી દ્રારા ગુનાવાળી જગ્યાના તથા મરણ જનારની લાશ ના ફોટોગ્રાફી તથા વીડીયોગ્રાફી તથા FSI., ફીંગરપ્રિન્ટ તથા ડોગસ્કોડ તથા ટેકનીકલ તથા હ્યુમન સર્વેલન્સથી ગુના સબંધે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવેલ.
આ કામે એલ.સી.બી., એસ.ઓ.જી.. પેરોલ ફર્લો સ્કોડ તથા સ્થાનિક પો.સ્ટે.ની સંયુકત ટીમો દ્વારા ગુનાવાળી જગ્યા તથા ગુનાવાળી જગ્યાએ આવવા જવાના રસ્તાઓ ઉપર આવેલ આશરે ૮૦ થી વધારે CCTV ફુટેજ ચેક કરવામાં આવેલ તથા સદર બનાવ સીમ વિસ્તારમાં બનેલ હોય. ગુનાવાળી જગ્યા નજીક આવેલ આધીગીક એકમ (સોલાર પ્લાન્ટ) તથા અન્ય જગ્યાએ કામ કરતા આશરે ૩૦૦ થી વધારે મજુરોની ઝીણવટ ભરી પુછપરછ કરવામાં આવેલ હતી. તેમજ આ કામે તપાસ દરમ્યાન શંકાસ્પદ વાહનો તથા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ તથા અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલ અલગ અલગ રાજયોની ગેંગો સબંધે ખુબ ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવેલ..
આ કામે તપાસ ટીમોને મળેલ લીડ જેમાં મરણ જનાર વૃધ્ધ દંપતીના બાજુમાં રહેતા સુરેશભાઈ શામળાભાઈ પટેલ (ચૌધરી) તથા તેના પિતા શામળાભાઈ રૂપાભાઇ પટેલ (ચૌધરી)ને પૈસાનું દેવું થઇ ગયેલ હોય તેઓએ વૃધ્ધ દંપતી એકલા રહેતા હોય તેમના ઉપર વોચ રાખી ઉકત બંને ઇસમોએ તેમના મામા ઉમાભાઇ ચેલાજી (ચૌધરી) પટેલ રહે.રામપુરા (દામા) તથા દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી ઉકત વૃધ્ધ દંપતીનુ મોત નિપજાવેલ હોવાની વિગત અન્વયે તપાસ કરતા
સુરેશભાઈ શામળાભાઇ પટેલ તથા પિતા તથા મામા ઉમાભાઈ ચેલાજી પટેલ મળી આ ગુનો કરવાનુ કાવતરૂ રચેલ અને તે મુજબ ગુના વખતે અવાજ કોઇ સાંભળે નહી તે માટે ટ્રેકટર થ્રેસર સાથે ઉમાભાઇ ચેલાજી પટેલ દ્વારા ચાલુ રાખવામાં આવેલ અને મુખ્ય આરોપી સુરેશભાઇ શામળાભાઇ પટેલ તથા તેના પિતા દ્વારા તીક્ષ્ણ હથિયાર (ધારીયા)થી મરણ જનાર દંપતીને મારી નાખી તથા મરણ જનાર હોશીબેનના પગના ભાગે પહેરેલ કડલા નીકળી શકે તેમ ના હોય બંને પગ કાપી નાખી દાગીના તથા ઘરમાં તિજોરીમાં રાખેલ કીમતી સરસામાનની લુંટ કરેલ હોવાનુ પ્રાથમિક દ્રષ્ટ્રીએ જણાય આવેલ છે.
આ કામે ઉકત આરોપીઓને રાઉન્ડ અપ કરી તેમનુ વધુ ઇન્ટ્રોગેશન કરી આ ગુનો કરવામાં અન્ય કોઇ પાસા જેવા કે સામાજીક તથા ધાર્મિક માન્યતા કે અન્ય કોઇ સબંધે આ કૃત્ય કરવામાં આવેલ છે કે કેમ તે સબંધે વધુ તપાસ ચાલુ રાખેલ છે.
આરોપીઓની ભુમિકા –
(૧) આરોપી સુરેશભાઇ શામળાભાઇ પટેલ તથા શામળાભાઇ રૂપાભાઇ પટેલ જેઓ પુત્ર તથા પિતા થાય છે. તેઓ મરણ જનાર વૃધ્ધ દંપતીના પડોશમાં રહેતા હોય મુખ્ય કાવતરાખોર આરોપીઓ છે. તથા તેઓએ મરણ જનારના મકાનમાં પ્રવેશ કરી ધારીયા જેવા હથિયારથી ઇજાઓ કરી મોત નિપજાવી દાગીના તથા અન્ય સામાનની લુંટ કરેલ છે.
(૨) આરોપી ઉમાભાઇ ચેલાજી (ચૌધરી) પટેલ રહે.રામપુરા (દામા) જેઓ મુખ્ય આરોપી સુરેશભાઇ શામળાભાઇ પટેલના મામા થતા હોય તેઓ બનાવ વખતે ટ્રેકટરનુ થેસર ચાલુ રાખી મરણ જનારના મોત દરમ્યાન અવાજ સંભળાય નહી તે રીતે ગુનામાં મદદગારી કરેલ છે.
(૩) આરોપી દીલીપભાઇ ઠાકોર ઉર્ફે ભુવાજી જેઓ ધાર્મિક વિધિ કરવાથી વધુ ધન મળી આવશે તેવા આશયથી મરણજનારના મોત નિપજાવવામાં સહકાર આપેલ હોવાનુ જણાય આવેલ છે.
પકડાયેલ આરોપીઓ –
(૧) સુરેશભાઇ શામળાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા
(૨) શામળાભાઇ રૂપાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા
(૩) ઉમાભાઇ ચેલાજી પટેલ (ચૌધરી) રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાઠા
(૪) દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાઠા

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



