ગુજરાતતાજા સમાચાર

એ.સી.બી.સફળ ટ્રેપ

 

ફરીયાદી : જાગૃત નાગરિક

આરોપી : જિગ્નેશ કેશવજી બળીયા, ઉ.વ.૩૩, હોદ્દો: હેડ હવલદાર, વર્ગ-૦૩, કસ્ટમ વિભાગ કંડલા, ગાંધીધામ.

ગુનો બન્યા : તા.૧૯/૦૬/૨૦૨૫

લાંચની માંગણીની રકમ : રૂ.૯૮૫૦/-

લાંચ સ્વીકારેલ રકમ રૂ.૯૮૫૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૯૮૫૦/-

ગુનાનુ સ્થળ : સાગર સેના હનુમાન મંદિર કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ, કંડલા ,ગાંધીધામ-કચ્છ- (પૂર્વ)

ગુનાની ટુંક વિગત:
આ કામના ફરીયાદીશ્રીની કંપની દ્વારા કંડલા પોર્ટમાં આવતો જતો માલ સામાનને કસ્ટમ ક્લીરીયન્સ કરાવી પોર્ટ ઉપરથી માલ ટ્રકો મારફતે પોર્ટની અંદર બહાર મોકલની કામગીરી થતી હોઇ અને ફરિયાદી ઓપરેશન ઇન્ચાર્જ તરીકે આ કામગીરી સંભાળતા હોઇ કંડલા પોર્ટના ગેટ ઉપરના કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા, હેડ હવલદાર કસ્ટમ વર્ગ-૩એ ફરીયાદીની કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે છેલ્લા બે મહિનામાં કુલ-૧૯૭ ટ્રકોની ટ્રીપ પેટે રૂ.૯૮૫૦/ ની લાંચની માંગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ તેઓએ એ.સી.બી. ગાંધીધામનો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ જેમાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપીયા-૯૮૫૦/-ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ.

ટ્રેપ કરનાર અધિકારી :-

શ્રી એલ.એસ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ કચ્છ(પુર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ તથા એ.સી.બી. ટીમ.

સુપર વિઝન અધિકારી:-

શ્રી એમ.જે.ચૌધરી, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી.,બોર્ડર એકમ ભુજ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button