ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગા ને ગૌરવ અપાવ્યું છે ત્યારે એ ગૌરવને વધાવવા માટે ખંભાત શહેરમાં આજરોજ સાંજે 5:00 વાગે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું

ભારતીય સેનાની બહાદુરીને લઈ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ભારતની અંદર ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ખંભાત શહેરમાં શહેરીજનો સાથે ખંભાત શહેર પ્રમુખ તપન શુક્લા તેમજ નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર સાથે પીનાકીન ભાઈ બ્રહ્મભટ્ટ તથા રાજભા દરબાર તેમજ તાલુકા પ્રમુખ તથા છતરડી ના વિશ્વાનંદ સ્વામી તથા સંગઠનના કાર્યકરો અને ખંભાત સીટી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ સાથે મળી આ તિરંગા યાત્રા ને ગવારા ટાવરથી પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રા રાજપુત વાડા થઈ રાણા ચકલા તેમજ ઝંડા ચોક થઈ અલિંગ તેમજ પાણીયારી થઈ ટાવર પાસે પરત ફરી હતી
આ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો સાથે ઓપરેશન સિંદૂર ને વધાવવામાં આવ્યું હતું





તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- નયન પરમાર ખંભાત
મો. :- ૭૩૮૩૯૩૭૧૨૭



