બાવળા માં ગટર નો પ્રશ્ન ઉકેલ કરવા રતનબેન સુરેશકુમાર ઠાકોર કોર્પોરેટર વોર્ડ નં 6 દ્વારા બાવળા નગરપાલિકા માં વારંવાર રજૂવાત છતાં પાલિકા દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી

વોર્ડ નં.૬ ના પ્રાથમીક પ્રશ્વની સતત ઉપેક્ષા થઇ રહી છે.મોટા ઉપાડેવિકાસ ગાથા માં ભૂગર્ભ ગટર યોજના કામ ની લાઇનો બાકી છે.છતાં તંત્રની કામ કરવાની ઇચ્છIનો અભાવ જોવા મળી રહ્યો છે પાઇપલાઇન નાંખ્યા પછી સમારકામ તેમજ પેચવર્ક ખાડા પુરવાનું કામ પૂર્ણ થયેલ નથી જેથી ત્યાં રાહદારીઓને પારવાર મુશ્કેલી ઉભી થાય છે જેની પાલીકા વોર્ડ નં.૬ના નગરસેવક ૨ત્તનાબેન ઠાકોર દ્વારા પાલીકામાં વારંવાર મોખીક તથા લેખીત રજૂઆત કરવા છતાં પણ તંત્રનું પેટનું પાણી હાલતું હોય તેવું દેખાતું નથી જેથી ત્યાંના રહીશો પણ પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરે છે અને ત્યાંના રહીશો પણ આ પાઇપલાઇન ના કારણે પથ્થરો ફિટ કરવામાં પણ કોન્ટ્રાક્ટર તેના પર દોષારોપણ કરી સ્થાનિક તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે અને ચલાક ચલાણા જેવી રમતો રમી નગરસેવકોને પણ વિકાસની લોલીપોપ આપી વાયદા ના વેપાર ના બજારો ખોલી વિકાસ ની તેજી મંદી માંથી પોતાના ફાયદા શોધે છે તેવું આ કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસ કરવા માંગતા નથી કારણ કે ત્યાં તેમના ઉમેદવાર જંગી બહુમતીથી હારેલ હોય અમારા વોર્ડમાં ઓરમાયું વર્તન દાખવે છે. તેવું દેખાય છે


તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



