ગુજરાતતાજા સમાચાર

લાઠીમાં નવનિર્મિત ભવાની ગાર્ડનનું લોકાપર્ણ, નાયબ દંડકશ્રી કૌશિકભાઇ વેકરીયા, ઘારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા તેમજ મનજીભાઇ ઘોળકીયાના વરદ હસ્તે લોકાર્પણ

 

લાઠી: લાઠી શહેરના હૃદયસમા ભવાની ગાર્ડનનું નવનિર્માણ પામ્યા બાદ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અમૃત 2.0 મિશન અંતર્ગત ફાળવવામાં આવેલી ₹ 2 કરોડની ગ્રાન્ટથી આ ગાર્ડનને નવો ઓપ આપવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા રિનોવેશન કાર્ય બાદ આ ગાર્ડન શહેરની જનતા માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવતા આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પ્રસંગે ગુજરાત સરકારના ઉપ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, લાઠી-બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા અને જાણીતા ઉદ્યોગપતિ અને ભામાશા શ્રી મનજીભાઈ ઘોળકીયાના વરદ હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લાઠી મા ભવાની ગાર્ડન નુ લોકાપર્ણ થતા લાઠી શહેર ના નાના થી લયને મોટી ઉમર ના લોકો ને હરવા ફરવા શાંતી આપતુ સ્થળ ભવાની ગાર્ડન થાસે – જનકભાઈ તળાવિયા

લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગાર્ડનના નવીનીકરણના કાર્યને બિરદાવ્યું હતું અને શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરનાર આ સ્થળ નાગરિકો માટે એક સુંદર ભેટ સમાન હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાઠી શહેર ભાજપ પરિવાર, લાઠી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સંગઠનના તમામ કાર્યકરો અને લાઠીના વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શહેરમાં આ પ્રસંગને લઈને ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે શહેરના લોકો આ સુંદર અને આધુનિક સુવિધાઓથી સજ્જ ગાર્ડનમાં શાંતિ અને પ્રકૃતિનો અનુભવ કરી શકશે

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button