આરોપી પોલીસ કર્મચારી કુલદિપભાઈ પાનાભાઈ ચૌહાણ તથા મહેશભાઈ હીરાભાઈ પુરોહીત પોલીસ કોન્સ્ટેબલ ભાભર પો.સ્ટે., જિ.બનાસકાંઠા નાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.
આ કામે સને.૨૦૨૧ના લાંચના છટકાના ફરીયાદીશ્રીનાઓ ભાભર-પાટણ રૂટમાં ઇક્કો ગાડી ચલાવતા હોઈ જેથી આરોપીઓએ ફરીયાદી પાસે દિવાળીના હપ્તા પેટે એક ઇકકો ગાડીના રૂા.૨૫૦૦/-લેખે ફરીયાદીની તથા ફરીયાદીના ગૃપની બીજી પાંચ ઇકકો ગાડીઓના ઉઘરાણા કરી આપવાનું કહેતા, ફરીયાદીએ દિવાળીનો ટાઈમ હોઇ સમજીને કરવાનું કહેતા આરોપીઓએ એક ગાડીના રૂા.૨૦૦૦/-નકકી કરી કુલ રૂા.૧૨,૦૦૦/- ની માંગણી કરેલ જેમાંથી ફરીયાદીએ રૂા.૨૦૦૦/-આપેલ અને બાકીના રૂા.૧૦,૦૦૦/-ની માંગણી કરેલ હોઈ જેનુ ફરીયાદીશ્રીએ રેકોડીંગ કરી લીધેલ જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ના હોઇ લાંચની માંગણી અંગેની ફરીયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતોએ લાંચના નાણા સ્વીકારેલ નહી જેથી બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર ખાતે નિષ્ફળ છટકા નં.૦૩/૨૦૨૧ જાહેર કરવામાં આવેલ.
બાદ આ કામે એ.સી.બી.બનાસકાંઠા ધ્વારા નિષ્ફળ છટકા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડી કચેરી અમદાવાદ ખાતેથી પ્રાથિમક તપાસ કરવાનો હુકમ મેળવી તપાસ દરમ્યાન આરોપીઓ કુલદિપભાઈ ચૌહાણ તથા મહેશભાઇ પુરોહીતે ફરીયાદી સાથે લાંચની માંગણી સબંધે હેતુલક્ષી વાતચીત કરેલ હોવાના દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનીક પુરાવા, સંયોગીક પુરાવા મળતાં લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનુ સ્પષ્ટ પણે ફલીત થયેલ છે.
જેથી આરોપી કુલદિપભાઈ પાનાભાઈ ચૌહાણ તથા મહેશભાઈ હીરાભાઈ પુરોહીત, બન્ને પોલીસ કોન્સ્ટેબલ ભાભર પોલીસ સ્ટેશન, જિ.બનાસકાંઠાનાઓ વિરુધ્ધ બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર ગુ.ર.નં. ૦૫/૨૦૨૫ બ્ર.નિ.અધિ. ૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ૭, ૧૨, તથા ૧૩(૨) મુજબનો ગુનો તા.૦૫/૦૪/૨૦૨૫ ના રોજ દાખલ કરવામાં આવેલ છે.
શ્રી એન.એ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર નાઓએ સદરે નિષ્ફળ છટકા નં.૦૩/૨૦૨૧ ની પ્રાથમિક તપાસ હાથ ધરી ગુનો દાખલ કરાવેલ છે. સદર ગુનાના સુપર વિઝન અધિકારીશ્રી એમ.જે.ચૌધરી, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ.સી.બી. બોર્ડર એકમ ભુજનાઓ છે.
સરકારશ્રીના જુદાજુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી / કર્મચારી દ્રારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઈ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેઓ સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ-ફી નં-૧૦૬૪, ફોન/ફેકસ નંબર-૦૨૭૪૨-૨૬૮૦૦૫, ઈ-મેઇલ એડ્રેસ polstn-acb-ban@gujarat.gov.in ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા નાગરીકોને આહવાન કરવામા આવે છે.
તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



