સફળ ટ્રેપ
ફરિયાદી:
એક જાગૃત નાગરીક
આરોપી
(૧) પ્રવિણભાઇ મુળજીભાઇ પરમાર, ઉ.વ.૫૪, નોકરી- નાયબ મામલતદાર વર્ગ-૩ (હાલ ફરજ મોકુફ) મામલતદાર કચેરી, દહેગામ, તા.દહેગામ, જી.ગાંધીનગર.
(૨) નિતેષકુમાર જેઠાલાલ રાજન ધંધો- ટાઇપીંગ (ખાનગી વ્યક્તી)
લાંચની માંગણીની રકમ
રૂ.૧૮,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ
રૂ.૧૮,૦૦૦/-
લાંચની પરત મેળવેલ રકમ
રૂ.૧૮,૦૦૦/-
ટ્રેપની તારીખ
તા.૨૭/૦૩/૨૦૨૫
ટ્રેપનું સ્થળ
સિવીલ હોસ્પિટલ, ગાંધીનગરના ગેટ પાસે રોડ ઉપર તથા એમ.એસ.બીલ્ડીગ, ગાંધીનગરની પાછળના ભાગે
ટુંક વિગત
આ કામના ફરિયાદીશ્રીની વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર મેં. પ્રાન્ત અધિકારી સાહેબશ્રીની કોર્ટ તથા ગાંધીનગરના મેં. કલેક્ટર સાહેબશ્રીની કોર્ટમાં આર.ટી.એસ. આપીલ દાખલ કરેલ. જે અપીલના કાગળો ખોવાઇ ગયેલ હોય, જે મેળવવા ફરિયાદીશ્રીએ ઉપરોક્ત બન્ને જગ્યાએ અરજી કરેલ અને તે દરમ્યાન તેઓનો સંપર્ક આ કામના બન્ને આરોપીઓ સાથે થતા બન્ને આરોપીઓએ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાના અવેજ પેટે રૂ.૧૮,૦૦૦/- ની લાંચની માગણી કરેલ હોય, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતા લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૨ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી અને આરોપી નં.૧ ને આપતા બન્ને આરોપીઓ રંગે હાથ પકડાઇ જઇ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ છે.
ટ્રેપીંગ અધિકારી
શ્રી ડી.એ.ચૌધરી,
પોલીસ ઈન્સ્પેક્ટર,
ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી
શ્રી એ. કે. પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી.એકમ.
તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



