ગુજરાતતાજા સમાચાર

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ ૧૦૬૪

ફરીયાદી-એક જાગૃત નાગરીક

આરોપી- શ્રી ચંદ્રીકાબેન ડો/ ઓ મગનભાઇ અરજણભાઇ ગરોડા, તલાટી સહમંત્રી, દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયત, તા.નખત્રણા જી.કચ્છ ભુજ
ટ્રેપની તા.૨૧/ ૦૩/ ૨૦૨૫

લાંચની માંગણીની રકમ- રૂ.૨,૦૦૦/-

લાંચની સ્વીકાર્યાની રકમઃ- રૂ.૨,૦૦૦/-

લાંચની રીકવરીની રકમઃ- રૂ.૨,૦૦૦/-

બનાવનું સ્થળઃ- દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયત ઓફીસ તા.નખત્રણા જી.કચ્છ ભુજ

ગુન્હાની ટુંક વિગત:-
આ કામના ફરીયાદી ને દેશલપર (ગુતલી) ગામના સર્વે નંબર-૬૦૭ પૈકિ (શ્રી સરકાર) હસ્તક છે તેમા નવુ રેસ્ટોરન્ટ બનાવવા માટે સરકારશ્રીના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ માટે ૫૨૫.૦૦ ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરેલ હોય જે જમીન ગૈાચરની નથી તે અંગે નો ગ્રામ પંચાયત નો દાખલો અને ગ્રામ પંચાયત નો ઠરાવ આપવાના અવેજપેટે ફરીયાદી પાસે થી તેના મોબાઇલ ફોન માં મેસેજથી રૂા.૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી શ્રી આપવા માંગતા ન હોય ફરીયાદી ની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે પોતાની ફરજ ના સ્થળે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૨,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમ, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારી: શ્રી એમ.એમ.લાલીવાલા,
પોલીસ ઇન્સ્પેકટર, ઇન્ચાર્જ એ.સી.બી. પો.સ્ટે. મોરબી
તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારી:- શ્રી કે.એચ.ગોહિલ,
ઈ/ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button