ગુજરાતતાજા સમાચાર

આરોપી (૧) કાંતીભાઇ ચેલદાસ પટેલ, ઉ.વ.૬૪ અંગ્રેજી ટાઇપીસ્ટ, વર્ગ-૩, આરોપી (૨) ભરતકુમાર ચીમનલાલ પટેલ ઉ.વ.૬ર, સિનિયર ક્લાર્ક, વર્ગ-૩, બન્ને નોકરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, બ્લોક નં. “બી” વિગ પાચમો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ હોટલ પાસે, સેકટર-૧૧, ગાંધીનગરનાઓ વિરુધ્ધ રૂ.૧૫૦૦/-ની લાંચ તથા એક બોટલ દારૂની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

 

આ કામે હકીકત એવી છે કે, આ કામના નિ.છ. ના ફરીયાદીને ટાટા ઇન્ડીગો ઇ.સી.એસ. ટેક્ષી પાર્સીંગ નં. GJ 18 AX 7500 છે જે ભાડેથી ફેરવતા હતા. જેમાં તેમની ટેક્ષીકાર ઇન્ડીગો પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કલોલ સબ ડીવિઝનમાં ભાડેથી આપેલ હોય જેના સપ્ટેમ્બર-૨૦૧૮ નું બીલ રૂ.૨૬૦૦૦/- નું સબ ડીવિઝન કચેરી કલોલથી ડીવિઝન કચેરી ગાંધીનગર ખાતે મોકલાવેલ જે બીલ પાસ થયા અંગે પુછપરછ કરવા નિ.છ. ના ફરીયાદી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ડીવિઝન કચેરી, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ક્લાર્ક કે.સી.પટેલ અને ક્લાર્ક ભરતભાઇ પટેલ નાઓએ નિ.છ. ના ફરીયાદીને જણાવેલ કે, બીલ પાસ કરાવવા બન્ને આરોપીના રૂ.૫૦૦/- ૫૦૦/- અને દારૂની બોટલ માગણી કરેલ. જે રકજકના અંતે રૂ.૧૫૦૦/- ની લાંયની માગણી કરેલ હોય જે બાબતેની અરજી તપાસ દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનુ ફલીત થયેલ.

જેથી આરોપી (૧) કાંતીભાઈ ચેલદાસ પટેલ, ઉ.વ.૬૪ અંગ્રેજી ટાઇપીસ્ટ, વર્ગ-૩, આરોપી (૨) ભરતકુમાર ચીમનલાલ પટેલ, ઉ.વ.૬૨, સિનિયર ક્લાર્ક, વર્ગ-૩, બન્ને નોકરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, બ્લોક નં. “બી* વિગ પાચમો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ હોટલ પાસે. સેકટર-૧૧, ગાંધીનગર વિરુધ્ધમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેકટર શ્રી.ડી.એ.ચૌધરી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનાઓએ ફરીયાદ આપતા ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૫/૨૦૨૫, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા અધિનિયમ-૨૦૧૮) નીકલમ-૭, ૧૨ મુજબનો ગુનો તા-૧૭/૦૩/૨૦૨૫ ના રોજ દાખલ કરેલ છે. સદર ગુનાની આગળની વધુ તપાસ શ્રી જે.પી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર સાબરકાંઠા એ.સી.બી.પોલીસ સ્ટેશન હિંમતનગરનાઓ ચલાવી રહેલ છે. જેના સુપર વિઝન અધિકારીશ્રી એ.કે.પરમાર મદદનીશ નિયામકશ્રી એ.સી.બી. ગાંધીનગર એકમ, ગાંધીનગર નાઓ છે.

સરકારશ્રીના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ/કર્મયારી દ્વારા કાયદેસરના મહેંતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/કર્મચારી અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટ્રોલ ફ્રી.નં-૧૦૬૪ ફોન.નં-૦૭૯-ર૨૮૬૬૭૭૨ તથા ફેકસ.નં-૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button