ગુજરાતતાજા સમાચાર
આજરોજ ચલાલા થી ધારી રોડ નું ખાતમુહર્ત દાનમહારાજ ની જગ્યા ના લઘુમહંત પૂજ્ય શ્રી મહાવીરબાપુ ભીમનાથ મંદિર ના મહંત મયુરબાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું..

લોકો ને સારી સુખાકારી માટે દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત પ્રયત્નશીલ રહી વિકાસ ના કામો ને વેગ આપ્યો છે ત્યારે ઘણા સમય થી ધારી તથા ચલાલા ના લોકો ની માંગ હતી કે ધારી ચલાલા રોડ બંને તો આજરોજ આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી જે.વી ભાઈ કાકડીયા ના પ્રયાસો થી છ કરોડ પચાસ લાખ જેવી માતબર રકમ ના ખર્ચે આજરોજ રોડ નું કામ પૂરજોશ થી ચાલુ કરી દેવામાં આવ્યું છે..
આ તકે ખાસ ઉપસ્થિત ગાયત્રી સંસ્કાર ધામ ના વડા શ્રી મહેશભાઈ મહેતા,ચલાલા શહેર ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ કાથરોટીયા તેમજ ચલાલા નગરપાલિકા ના સદસ્યશ્રીઓ તથા પાર્ટી ના આગેવાનો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા…





તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



