ધોળકા કેલિયા વાસણા ગામ પાસે કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
ધોળકા તાલુકાના વાસણા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક પરપ્રાંત યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં થી પસાર થતા કોઈ વ્યક્તિ દ્વારા મૃતદેહ ને જોતા સ્થાનિક લોકોએ નર્મદા કેનાલમાંથી મૃતદેહને બહાર નીકળી અને ધોળકા પોલીસને જાણ કરી હતી. જેની જાણ થતા ધોળકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે આ અંગે તપાસ કરતા મૃતકની ઓળખ રાજેશભાઈ ભવરલાલ કુમાવત હોવાનું જાણવા મળ્યું જે (રહે. હરિદ્વાર વસ્ત્રાપુર તળાવની સામે, અમદાવાદ, મૂળ વતન સાબલપુર રાજસ્થાન) પોલીસે મૃતક યુવાનના પરિવારનો સંપર્ક કરી પૂછપરછ | કરતા યુવાન ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કલોલ તાલુકાના । સાંતેજ ગામથી ધોળકા તરફ જતી | કેનાલમાં નાહવા પડયો હતો. બપોરના ૨-૩૦ વાગ્યે ( ઊંડા પાણીમાં ગરકવા થઇ જતા તણાઇને યુવકનો | મૃતદેહ વાસણા ગામ પાસેથી પસાર | થતી કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો પીએમ કરાવી પરિવારને સોંપી તપાસ હાથ ઘરી | હતી.
તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



